________________
( ૨ )
ચૈતન્યવાદ. જ્યારે અહીંના તુચ્છ ભેગમાં પણ આસક્ત બનનાર એક સ્ત્રીને મૂકીને પરદેશમાં વસનાર ત્યાંની સુંદર સ્ત્રીમાં આસક્ત બની અહીંની સ્ત્રીને ખબર પણ આપતું નથી, સ્ત્રી, બાળ-બચ્ચાં બધાને ભૂલી જાય છે, તેમની વાત પણ તેને પસંદ પડતી નથી ત્યારે સ્વર્ગના અપૂર્વ ભેગવિલાસમાં આસક્ત બનેલા દેવે મનુષ્યલકમાં આવે નહિ અને ખબર ન આપે એમાં નવાઈ શી?
પ્રદેશી રાજ–ભગવદ્ ! એક ચેરને ચોરીના ગુનાથી પકડવામાં આવ્યું. તેને દેહાંત દંડની સજા કરવામાં આવી. એ ચેરના શરીરના કકડે કકડા કરીને જોયું, શરીરને ચીરીને જોયું પણ આત્મા શરીરના કોઈ પણ ભાગમાં લેવામાં ન આવ્યું જેથી આત્મા છે એમ શી રીતે મનાય?
ગુરુદેવે જવાબ આપે–રાજન ! અરણીના બે લાકડાને પરસ્પર ઘસવાથી અગ્નિ પ્રગટ થાય છે, પણ એ અરણીના લાકડાને ચીરવામાં આવે છે તેમાં અગ્નિ જણાતું નથી પણ તેમાં અગ્નિ છે કે નહિ?
રાજા છે જરૂર.
ત્યારે ગુરુદેવે કહ્યું-અગ્નિ કેમ દેખાતે નથી? જ્યારે પરસ્પર ઘસાય ત્યારે અગ્નિ પ્રગટે અને તે આપણે જોઈ શકીએ છીએ. જેમ-અરણમાં રહેલ રૂપી અગ્નિ જ્યારે નથી દેખાતે ત્યારે શરીરમાં રહેલે અરૂપી આત્મા શી રીતે દેખાય ?
રાજા–ગુરુદેવ! એક ચોરનું મેં મરતાં પહેલાં વજન કર્યું અને મર્યા પછી તરત જ વજન કર્યું તે વજનમાં જરાય ફરક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com