________________
ચૈતન્યવાદ
(૧૯). આત્માના વિચારે છે, આત્માની પ્રવૃત્તિ છે માટે કર્તા–આત્મા છે. શરીર કર્મ કરવામાં સાધનભૂત છે. કર્તા પણ આત્મા છે અને ભક્તા પણું આત્મા છે.
સભામાંથી પ્રશ્ન “આપ મુએ ડૂબ ગઈ દુનિયા” એ કહેવતને શું અર્થ?
જવાબ–એને ભાવ એ જ છે કે–આત્મા ગમે એટલે જગતની તમામ વસ્તુ, માલમીકત, ઘરબાર, સ્વજનપરિવાર સઘળું ય આપણું માટે નકામું છે. આત્મા એ જ પ્રધાન વસ્તુ છે. આ ખેળીયામાં જીવ છે તે બધું છે અને જીવ નથી તે કંઈ નથી. આત્મા નીકળ્યા પછી–આ જીવ નીકળ્યા પછી આ જન્મની મહેનત બધી બરબાદ છે. થોડા વર્ષના જીવન માટે ખૂબ સંગ્રહ, અનીતિ, પ્રપંચ-દશે ઈત્યાદિ અનેક પ્રકારના પાપ આપણે કરીએ છીએ, તેના કટુ ફળ આત્માને અનેક જન્મમાં ભેગવવા પડે, દુઃખી થવું પડે અને સંગ્રહ કરેલી ચીજો, અહીંઆ જ પડી રહે. આત્મા બધું મૂકીને ખાલી હાથે ચાલ્યા જાય. આ વસ્તુ ખૂબ વિચારણીય છે, માટે આપણું જીવનમાં ખૂબ સારા-ઊંચા કામે કરી લેવા જેથી આત્મા હંમેશના માટે સુખી થાય.
શંકા-સમાધાન-પ્રદેશી રાજાના પ્રશ્નો અને કેશી મહારાજાએ આપેલા ઉત્તરે.
પ્રદેશી રાજા મહાન બુદ્ધિશાળી હતા, છતાં આત્માની શ્રદ્ધા ન હોવાથી હિંસાદિ પાપકાર્યોમાં ખૂબ આસક્ત હતા. પિતાના ચિત્રસારથી નામના મંત્રીની પ્રેરણાથી શ્રી કેશી-ગણધર મહાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com