________________
( ૧૮ )
ચૈતન્યવાદ ચલન, પ્રયત્ન, વિચાર બધું જ બંધ થઈ જાય છે. એક સેકન્ડ પછી કંઈ જણાતું નથી. વિચાર એક સેકન્ડમાં શું ફરક પડ્યો? શરીર એ જ છે જે સેકન્ડ પહેલા હતું, છતાં ઉઠવું, બેસવું, હાલવું, ચાલવું, હસવું, રડવું, બેલવું, શ્વાસોશ્વાસ વગેરે બધું બંધ કેમ થઈ ગયું? લેહી છે, હાડકા છે, માંસ છે, પિલ છે, ગરમી પણ હોય છે અને સજા પણ કવચિત જોવામાં આવે છે, એટલે પૃથ્વી પાણું, આકાશ, અગ્નિ અને વાયુ આ પાંચે તર વિદ્યમાન છે ત્યારે ગયું શું? માટે સમજે. એ જે ગમે તે જ આત્મા.
તેમજ શરીર અખંડ રહે છે અને આત્મા ચાલ્યા જાય છે. શરીર નાશ પામે ત્યારે જ આત્મા નાશ પામે એમ નથી. જેથી શરીરના દિવસમાં આત્માને દવંસ પણ માની શકીએ નહિ અને શરીરથી ઉત્પન્ન થયેલે પણ આત્માને મનાય નહિ. શરીર અખંડ હોય છે અને આત્મા ચાલ્યા જાય છે અને કેટલીક વાર શરીરના અવયવે જેવા કે હાથ-પગ વગેરે તૂટી જાય તે ય આત્મા કાયમ રહે છે, એટલે આત્મા જુદા છે અને શરીર એ જુદી વસ્તુ છે. જેમ માણસ અને ઘર ઘર હોવા છતાં માણસ ચાલ્યું જાય છે. ઘર તૂટી જવા છતાં માણસ જીવતા રહે છે. જેમ શરીરનું પહેરણ કપડું છે, તેમ આત્માનું પહેરણ શરીર છે. જેમ માણસ નવા-નવા કપડા પહેરે છે, અનેક વેશ બદલે છે તેમ આત્મા કર્મના વિશે જુદા જુદા શરીર ધારણ કરે છે, અને શરીર દ્વારા કરેલા કર્મનું ફળ આત્મા ભગવે છે, કેમકે તેમાં કર્મ કરવામાં આત્માની પ્રેરણ છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com