________________
( ૨૦ )
ચૈતન્યવાદ રાજને સુગ સાંપડ્યો. પરદેશી રાજા કેશી ગણધર મહારાજને નમસ્કાર કરીને બેઠા અને પ્રશ્નો પૂછવા લાગ્યા. તેમણે કેશી ગણધર મહારાજને પ્રશ્ન કર્યો–
પૂ. ગુરુદેવ! આપના કહ્યા પ્રમાણે હિંસાદિ-અધર્મના કાર્યો કરનાર નરકમાં જાય છે અને દુઃખી થાય છે, તે મારા પિતા અધર્મી હતા, નાસ્તિક હતા, આત્મા વગેરેને નહોતા માનતા, હંમેશાં હિંસાદિ કાર્યોમાં જ રક્ત રહેતા હતા, આપના કહ્યા મુજબ મારા પિતા જરૂર નરકે ગયા હશે અને દુઃખી થતા હશે. મારા પિતાને મારા ઉપર ઘણે જ પ્રેમ હતું તે તેઓ મને અત્યારે કહેવા કેમ નથી આવતા કે હે પુત્ર! હું અધર્મ કરવાથી દુર્ગતિમાં ગયે છું અને દુઃખ ભોગવી રહ્યો છું માટે તું પાપ ન કરીશ. મારા પિતાએ મને કઈ દિવસ આવીને એમ કહ્યું નથી માટે હું માનું છું કે પરલોક નથી.
કેશી ગણધર મહારાજ જવાબમાં જણાવે છે કે–રાજન ! એક રે ચોરી કરી જેથી તેને જન્મકેદની સજા કરવામાં આવી. ચોરી કરવાથી પિતે કેદમાં પૂરા છે, દુઃખી થઈ રહ્યો છે એ વાત પિતાના બાળબચ્ચાઓને એ જણાવી શકતું નથી તેમ તમારો પિતા પણ કર્મવશ નારકીની વેદના સહન કરતે થકે-કર્મથી પરતંત્ર હોઈને આવી ન શકે, તમને જણાવી ન શકે તેથી પરલોક નથી એમ કહી ન શકાય.
પ્રદેશ રાજા જણાવે છે–ભગવદ્ ! એ વાત ઠીક છે પરંતુ મારી માતા જૈનધર્મની શગી હતી, ધર્મચૂસ્ત હતી-ધર્મિક હતી. આપના મત પ્રમાણે જરૂર તે દેવકમાં ગઈ હશે અને દેવે તે સુખી અને સ્વતંત્ર હોય છે. મારા પર મારી માતાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com