________________
(૨૮)
ચૈિતન્યવાદ
માણસ એક વખત રેગી બને છે, દવા લાગુ પડે છે, નિરેગ થાય છે; એક વખત દવા નથી લાગુ પડતી, તેની તે દવા પણ અસર કરતી નથી, રોગ વધતું જાય છે ને મૃત્યુ પામે છે. જરાય રેગ હેતે નથી ને મૃત્યુવશ થાય છે અને બહુ રોગી માણસ ઘણું વર્ષ જીવે છે. એક વખત જે માણસ કમાય છે તે જ માણસ બીજી વખત ખવે છે. એને એ ધંધે ને એની એ મહેનત હોવા છતાં કમાઈ શક્તા નથી તે જ માણસ એક વખત ઓછા સાધનો અને ઓછી મહેનતે કમાય છે. કેટલાએકને વગર મહેનતે પણ દત્તક જવાથી લાખની મિલ્કત મળી જાય છે. વગર મહેનતે પણ રાજગાદી મળી જાય છે એવા પણ દાખલાઓ દુનિયામાં મોજુદ છે. એક જ માણસ ઘડીમાં સુખી ને ઘડીમાં દુઃખી થાય છે. ઘડીમાં રડાવનારા સંગ મળે છે અને ઘડીમાં હસાવનારા સંગે પ્રાપ્ત થાય છે. અણધાયું સુખ ને અણધાર્યું દુઃખ આવી પડે છે. ધારણમાં હોય તે બગડી જાય છે. કેટલાએક ઉમરભર ઈચ્છાઓ કરે છે, મનોરથ સેવે છે. ઘણી ઘણી મહેનત કરે છે છતાં કઈ ઈચ્છા પૂરી થતી નથી ને પિતે ખતમ થાય છે. કેટલાએકને વગર માંગ્યે વગર મહેનતે બધું મળે છે. આ બધું કર્મનું સાક્ષાત્ ફળ છે. પુણ્ય પાપનું સાક્ષાત્ ફળ છે, છતાં તે માનવામાં આનાકાની શેની હેય? કરેલા કર્મો અહીં પણ ફળે છે અને આવતા જન્મમાં પણ ફળે છે. આ જન્મમાં નહિ કરેલા પૂર્વ જન્મમાં કરેલા કર્મો આ જન્મમાં પણ ફળે છે, આવતા જન્મમાં પણ ફળે છે. કર્મનું ફળ પિતાને જ ભેગવવું પડે છે. જેમ કેઈને ૧૦૫ ડીગ્રી તાવ આવે-પેટ દુઃખે કે માથું દુખે તેને ભાગ કેઈ લઈ શકતું નથી. પોતાને જ બધું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com