________________
ચૈતન્યવાદ
( ૭ ). મેજુદ હતા અને તે મહાપુરુષોએ કહેલા વચને સિદ્ધાંતમાં આજે મોજુદ છે. તે ઉપરથી આપણે બધું જાણી શકીએ છીએ, કઈ પણ કાળમાં બધા માણસે તેવા જ્ઞાની હતા નથી, છતાં જાણનાર પુરુષના ઉપર વિશ્વાસ રાખીને બધું માનવામાં આવે છે. જ્યારે વર્તમાન કાળના પુરુષ ઉપર વિશ્વાસ રખાય છે, તે ભૂતકાલીન પૂર્વે પુરુષ ઉપર વિશ્વાસ કેમ ન રાખવે? જ્યારે હજાર વર્ષના ઈતિહાસ ઉપર આજે આપણને વિશ્વાસ છે તે હજારો વર્ષ પહેલાના લખેલા આપણું સિદ્ધાંતે ઉપર આપણને વિશ્વાસ કેમ ન હોય? પૂર્વના ઘણા પુરાણા સિદ્ધાંતેમાં કહેલી વાત આજે સાયન્સ-વિજ્ઞાન દ્વારા સિદ્ધ થાય છે. જેમ પાણીમાં જીવ, વનસ્પતિમાં જીવ, પરમાણુ શક્તિ, શબ્દની અપૂર્વ શક્તિ, ધર્માસ્તિકાય નામને પદાર્થ વગેરે વગેરે જે ભૂતકાળમાં જૈન સિદ્ધાંતમાં બહુ સ્પષ્ટ રીતે બતાવેલા છે. તે જ વાતે આજ સાયન્સ-વિજ્ઞાન બહુ મહેનતથી સિદ્ધ કરી રહ્યું છે અને તે જ વાત સિદ્ધ થાય છે.
જ્યારે ભૂતકાળમાં એવા યંત્રે કે મશીને નહાતા ત્યારે જે જ્ઞાની પુરુષોએ આવી બારીક વાતે બહુ સહેલાઈથી જાણીને બહુ જ સ્પષ્ટ રીતે કહી છે, તે જ જ્ઞાની પુરુષોએ, આત્મા, પુણ્ય, પાપ, કર્મ અને તેનું ફળ-કર્મની વિશિષ્ટ શક્તિ, જન્મ અને મરણ, પૂર્વજન્મને પુનર્જન્મ આત્માની અમરતા, કર્મકતૃત્વ કર્મકતૃત્વ વગેરે તમામ વસ્તુઓ બતાવી છે તે વસ્તુઓના ઉપર વિશ્વાસ કેમ ન રાખે? આજે પણ કર્મનું ફળ સાક્ષાત્ દેખાય છે. એક સુખી એક દુઃખી, એક રેગી એક નિરોગી, એક બુદ્ધિશાળી એક મૂર્ખ, એક ઓછી બુદ્ધિવાળો એક વધારે બુદ્ધિવાળે, એક જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com