________________
( ૨૬ )
ચૈતન્યવાદ થાય છે જે અવધિજ્ઞાનવડે પિતાના-પૂર્વના ભવે તથા બીજાના પૂર્વ ભવે જાણી શકાય છે અને ભવિષ્ય કાળમાં થનારા જન્મ અને થનારી ઘટનાઓ પણ જાણી શકાય છે, પણ દરેકને તેવા પ્રકારના ક્ષપશમ ભાવ વિના તેવા પ્રકારનું જ્ઞાન હેતું નથી તેથી પૂર્વજન્મ અને પુનર્જન્મ જેવી વસ્તુઓ નથી એમ ડાહ્યો માણસ કદી પણ કહી ન શકે. કેઈએ અમેરિકા અથવા યુરોપ વગેરે દેશે ન જોયા હોય તેથી અમેરિકા વગેરે નથી એમ કેમ કહી શકાય? એકડે ઘૂંટનાર બાળકને સાત ચોપડીનું જ્ઞાન હેતું નથી તેથી તે સાતમી પડીને નિષેધ કરી શકે નહિ. શિક્ષકના કથન પર વિશ્વાસ રાખવું જોઈએ અથવા તેવા પ્રકારનું જ્ઞાન મેળવવું જોઈએ. શિક્ષકની પાસેનું જ્ઞાન પણ શ્રદ્ધા વગર અને શિક્ષકના કહ્યા પ્રમાણે અભ્યાસ કર્યા વગર જ્યારે મળી શકતું નથી ત્યારે અતીન્દ્રિય જ્ઞાની પુરુષોએ બતાવેલું જ્ઞાન અને તેમને બતાવેલી વસ્તુઓ તેમના કહેલા સિદ્ધાંત મુજબની ક્રિયા કર્યા વગર અને તેવા પ્રકારનું જ્ઞાન મેળવ્યા વગર આપણે જાણી શકીએ નહિ. તેથી તેને નિષેધ કરવાને હકક આપણને રહેતા નથી.
કદાચ તમે કહેશે કે અમેરિકા વગેરે દેશે જેનાર માણસ મેજુદ છે અને સાત ચોપડી ભણેલા માણસ પણ હયાત છે તેથી તેમના ઉપર વિશ્વાસ રાખીને તેમની વાત કબૂલ કરવી પડે છે. એવા પૂર્વજન્મ ને પુનર્જન્મ જાણનારા જ્ઞાની તે અત્યારે હયાત નથી તેથી આવી વાતે કોના ભરોસે માનવી ?
તે એ વાત પણ વિચારવાથી આપણને માલુમ પડશે કેઆ દેશમાં આજથી અઢી હજાર વર્ષ પહેલા એવા જ્ઞાની પુરુષે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com