________________
તન્યવાદ
( ૨૫ ).
દુખ અનુભવતા હતા? આ બધી વસ્તુઓને આપણને જમ્યા પછી કંઈ પણ ખ્યાલ હેત નથી, છતાં એ બધી વસ્તુ નિશ્ચિત છે. ગર્ભમાં દુર્ગધીના સ્થાનમાં રહેવું, દુઃખ હેવું-ગર્ભમાં પણ રડવું–આ બધી વસ્તુઓ સત્ય હોવા છતાં આપણને યાદ નથી તે ગર્ભ પહેલાંની પૂર્વજન્મની વાર્તા આપણને યાદ ક્યાંથી હોય? કારણ કે-ભયંકર દુઃખમાં આવેલો આત્મા પૂર્વની વાતને સહેજે ભૂલી જાય છે અને એકદમ મુક્ત થતાં એ દુઃખની વાતને પણ ભૂલી જાય છે. એ આત્માને ભૂલકણે સ્વભાવ છે. જેવી રીતે ગર્ભની વસ્તુ આપણને યાદ નથી છતાં ગર્ભમાં હતા એ નિશ્ચિત છે તેવી જ રીતે પૂર્વજન્મ પણ નિશ્ચિત છે. ગર્ભ અને પૂર્વજન્મ આપણને યાદ નથી તેથી તેને નિષેધ થઈ શકે નહિ, આત્મા ભૂલી કેમ જાય છે તે ભૂલાવનાર જ્ઞાનાવરણીય કર્મ છે. આ જન્મમાં પણ કેટલીક વખત એક વાત યાદ આવે છે અને પાછા આપણે ભૂલી જઈએ છીએ-યાદ કરતાં પણ તે વાત યાદ આવતી નથી અને થેડીવારમાં અચાનક યાદ આવે છે એમ ઘણી વખત બને છે. આવી વાતે અનુભવસિદ્ધ છે. ઘડીકમાં યાદ આવે છે ને ઘડીકમાં ભૂલાય છે! જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમભાવને લઈને યાદ આવે છે અને જ્ઞાનાવરણીય કર્મના ઉદયને લઈને ભૂલાય છે. જ્ઞાનાવરણીય કર્મને વિશેષ ક્ષપશમ થઈ જાય તે ઘણા વર્ષોની વાત પણ કેટલાકને યાદ આવી જાય છે અને પૂર્વજન્મનું જ્ઞાન પણ થઈ જાય છે, એને જાતિસ્મરણજ્ઞાન કહેવામાં આવે છે, એવા પ્રકારના જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમને લઈને કેઈને અવધિજ્ઞાન પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com