________________
ચૈતન્યવાદ
(૨૪)
કેશી મહારાજ–રાજન ! જ્યારે બહાર જવાને રસ્તે ન હોવા છતાં કેઠીમાંથી અવાજ બહાર નીકળી શકે છે અને અવાજ તે રૂપી છે ત્યારે આત્મા તે અરૂપી છે. અને તે કેઠીમાંથી બહાર નીકળે તે એમાં વાંધો છે? એને કાણા-વિવરની જરૂર નથી. અરૂપી આત્મા ગમે ત્યાંથી બહાર નીકળી શકે છે અને ગમે ત્યાં જઈ શકે છે.
આવી રીતે કેશી ગણધર મહારાજાએ યુક્તિપુરસ્પર સમજાવ્યું ત્યારે પ્રદેશી રાજાને આત્માની શ્રદ્ધા થઈ તેથી આત્મા, કર્મ, પુણ્ય, પાપ, પરલેક આ બધી વસ્તુને તે માનવા લાગે, જેથી તે બહુ શ્રદ્ધાળુ અને આસ્તિકશિરોમણી બની ગયે.
આ રીતે આપણને પણ કદાચ આત્માની શ્રદ્ધા ન થતી હોય તે વિદ્વાન ગુરુઓ પાસે જઈ વિનયથી પૂછી, સમજીને નિર્ણય કરી લેવું જોઈએ અને ધર્મમાં બહુ ચૂસ્ત-શ્રદ્ધાળુ બનવું જોઈએ.
કેટલાકે એમ માને છે કે-પૂર્વજન્મ હેાય તે અમને પૂર્વજન્મની વાત યાદ કેમ નથી આવતી ! આપણને કેઈને યાદ આવતી નથી માટે પૂર્વજન્મ છે એમ કેમ માની શકાય? આવી માન્યતા પણ બરાબર નથી. જ્યારે એક જન્મમાં પણ દેબેલી, અનુભવેલી વાતે પણ આપણે ભૂલી જઈએ છીએ તેથી અનુભવેલી વસ્તુઓ નથી એમ માનતા નથી. પૂર્વજન્મની વાત તે દૂર રહી પણ આપણે સૌ ગર્ભ માં હતા એ વાત તે નિર્વિવાદ છે, છતાં જમ્યા પછી ગર્ભની વાતે આપણને યાદ નથી. ગર્ભમાં કયા સ્થાનમાં હતા? કેવી રીતે રહ્યા હતા? કેવું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com