________________
ચૈતન્યવાદ
(૨૯) ભેગવવું પડે છે. આ બધાં કર્મનાં પરિણમે–ફળ છે. કરેલા કર્મોની મુદત પાકે ત્યારે તે ફળ આપે છે (મુદત એટલે અબાધાકાળ). આ જન્મમાં મુદત પાકે તે આ જન્મમાં ફળે અને બીજા જન્મમાં મુદત પાકે તે બીજા જન્મમાં ફળે.
આ વિષયમાં કેટલાક માણસે કલ્પનાના ઘડા દેડાવે છે. તેઓ કહે છે કે-આ જન્મમાં કરેલાં કર્મો આ જન્મમાં જ ભગવાઈ જાય છે તેથી કંઈ બીજે જન્મ નથી, પણ વિચાર કરતાં માલુમ પડશે કે-આ વાત પણ બરાબર નથી કેમકેઆ જન્મમાં કરેલાં કર્મો આ જન્મમાં જ ભોગવાતા હોય તે મરણ સમયે કરેલાં કર્મો ક્યારે ભેગવવાના? આ રીતે પણ બીજે જન્મ માનવું જ પડશે, માટે આવી રીતે કલ્પનાઓ કરી અને બેટા તર્કો કરી, પિતાની શ્રદ્ધાને મલિન કરવી એ ડાહ્યા માણસનું કામ નથી. દુનિયાના તુરછ અને ક્ષણભંગુર કામોની વાસનાને આધીન થઈને આવા ભેગને નહિ છોડવાની બુદ્ધિએ આવી કલપનાઓ કરવી પડે અને પરમાત્મા જિનેશ્વરદેવના વચનેથી વિરુદ્ધ ચાલવું પડે. આવી રીતે મરજી મુજબ કાલ્પનિક વૃત્તિ રાખીએ અને ગમે તે પાપ કરીએ તેથી પાપકર્મ આપણને છોડી નહિ દે, કરેલા કર્મો દરેકને રડી રડીને પણ ભેગવવા જ પડે છે, માટે કર્મ બાંધતા વિચાર કરે, પાપકર્મ કરતા ડરે, પરલોકને ખ્યાલ રાખે અને ધર્મમાં લીન બનીને આત્માને શુદ્ધ કરે. કર્મોને આપણે જોઈ શકતા નથી, પુણ્ય પાપને આપણે જોઈ શકતા નથી છતાં તેનું ફળ ઉપર કહ્યા મુજબ સાક્ષાત છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com