________________
ચૈતન્યવાદ
( ૩૩ )
સુખમાં રહે છે ત્યારે પેલા લાખડવાળા તે જોઈને ઘણે અરે છે.
.
કેશી ગણધર ભગવાન, પરદેશી રાજાને કહે છે કે-હે રાજન્! આ ચારમાં બુદ્ધિશાળી કાણુ ? રાજાએ જવાબ આપ્યા—ગુરુદેવ ! લાખડવાળા મૂખ અને ખીજા ત્રણ જણા ડાહ્યા, આ વાત રાજાના ગળે ઉતરી ગઈ અને તરત જ રાજા સમજી ગયે. બીજા દિવસે પેાતાના 'તેઉરની સાથે સભામાં આવીને તેણે જૈન ધર્મના સ્વીકાર કર્યાં અને આસ્તિકશિરામણી બની ગયા. કાળક્રમે તે એટલે બધે સહનશીલ બન્યા કે તેની રાણી સૂકાંતાએ તેને ઝેર આપ્યું, તે વાતની રાજાને ખબર પડી કે—આ કામ રાણીતુ છે છતાં તેના ઉપર જરા પણ રાષ ન કરતાં અપૂર્વ ક્ષમા ધારણ કરી, સમભાવમાં લીન બની કાળ કરીને પહેલા દેવલોકમાં સૂર્યંભ નામના વિમાનના માલીક મહાન્ ઋદ્ધિવંત દેવ થયા. આજે પણ તે દેવપણે મેજીદ છે. મહાન સુખી દશામાં પણ ધર્મની શ્રદ્ધામાં ચૂસ્ત છે,
કેવા સુંદર એ જમાના હતા અને કેવી ત્યારની સરળતા હતી કે સાચુ' લાગતાં જ સૌ તેના સ્વીકાર કરતા, આજે વસ્તુ તદ્દન વિપરીત છે. મગજમાં સેલી માન્યતાઓને જૂહી જાણવા છતાં પણ છેાડવી સુરકેલ પડે છે. સમજાવનારને જવાબ કેમ આપવા ? એ જ ધ્યાન રહે છે. ખાટા કુતાઁ કરી સાચી વસ્તુને તેાડવાની બુદ્ધિ રહે છે, પણ તે કલ્યાણના માર્ગ નથી. સાચી વસ્તુ સ્વીકારવી તે જ આપણી ફરજ છે.
૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com