________________
ચૈતન્યવાદ
( ૧૦ ) તે હું આપ જે ધમરાધનની વાત કરે છે તે બધી જ માનવા તૈયાર છું-પણ આત્મા કયાં છે એ બતાવે. આ વિષયમાં પૂર્વના વક્તા મુનિશ્રીએ વર્ણન કર્યું છે એ જ વિષયને જરા સ્પષ્ટ રીતે સમજાવાય છે.
ગુરુએ શિષ્યની પાસે દૂધને ખ્યાલ મંગાવ્યું અને શિષ્યને પૂછયું બોલ–આ દૂધમાં ઘી છે? શિષે જવાબ આપે. હા ગુરુજી, દૂધમાં ઘી છે. દૂધમાંથી જ ઘી નીકળે છે. ગુરુ બેલ્યા-જે દૂધમાં ઘી છે તે દેખાતું કેમ નથી? બેલે દેખાય છે? ત્યારે શિષ્ય જવાબ આપે ગુરુજી, એમ શી રીતે દેખાય? જ્યારે દૂધને જમાવાય, ત્યારબાદ લેવાય ત્યારે માખણ નીકળે અને માખણને ગરમ કરવામાં આવે ત્યારે ઘી તૈયાર થાય. ગુરુજી બોલ્યા-અરે ચેલા! ત્યારે શું આત્મા એમ ને એમ વગર મહેનતે તારે જે છે. જ્યારે તમે મનને ધર્મસિદ્ધાંત મુજબની ક્રિયા અને ધ્યાનથી સ્થિર કરશે એટલે જમાવશે અને સમ્યગ જ્ઞાનના રવૈયાથી મંથન કરશો એટલે આત્મા અને આત્માના ગુણે પણ તમને જણાશે, પણ આ બધી મહેનત આપણે કરવી નથી અને આત્માને નિહાળવે છે એમ શી રીતે બને ?
એક ફારસી કવિએ આત્માને આત્માનું ભાન કરાવવા માટે એક શેરમાં કહ્યું છે.
લભ્ય બન્દ ચર્મ બન્દ આદિ મતલબ કે આત્માનું નૂર પ્રગટ કરવા માટે હે શિષ્ય ! તું જીભ બંધ કર, આંખ બંધ કર અને કાન બંધ કર, અને પછી આત્મા જે ન દેખાય તે મને હસ-મતલબ મારી મશ્કરી કરજે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com