________________
( ૧૨ )
ચૈતન્યવાદ
વખતે માલમિલ્કતના માહ મૂકવા પડશે. ધર્મની શ્રદ્ધાને ટકાવવા માટે મરણીયા થવું પડશે.
ચૈતન્યવાદ એટલે આત્મતત્ત્વની વિચારણા.
આજના વિષય ચૈતન્યવાદના છે. ચૈતન્યવાદ એટલે શું? ચૈતન્યવાદ એટલે આત્મતત્ત્વની વિચારણા, એની માન્યતા. આત્મા છે કે નહીં ? એમાં જ મોટો વાંધે છે. આજે દુનિયાના સમજી ગણાતા મોટો ભાગ જડવાદ તરફ કેમ ઝુકે છે? તેનું એક જ કારણ છે કે–તે આત્માને માનતા નથી, પરલેાકને પણ માનતા નથી અને પરલેાકને ન માનતા હોવાથી કર્મને પણ નથી માનતા અને કર્મને ન માનતા હૈાવાથી પુણ્ય પાપ વગેરે તત્ત્વાના પણ ઇન્કાર કરે છે. કેવળ, એશઆરામમાં મશગૂલ રહેવું, ખાવુંપીવુ.મોજ મજા કરવી એમાં જ તેઓ સર્વસ્વ માને છે; માટે જ જડની પાછળ તેઓ મરી ફીટે છે. આત્મા ઇન્દ્રિયગાચર નથી.
આત્માની તથા આત્માના ગુણ્ણાની વિચારણા એ છે ચૈતન્ય વાદ-પણ આત્મા છે કયાં ? એમાં પ્રમાણ શું? આત્મા નથી દેખાતા, નથી ચખાતા, નથી સુંધાતા, નથી સંભળાતા કે નથી સ્પર્શાતા, આત્માના રંગ ધેાળા છે કે કાળા, તેના સ્વાદ મીઠા છે કે ખારા, એની ગંધ સુરભિ છે કે દુરભિ, એ સુંવાળા છે કે કઠણુ ? ત્યારે શું તેના ગુણગુણ અવાજ સંભળાય છે, ના !
ત્યારે આત્મા છે એમાં પ્રમાણુ શુ?
એક શિષ્ય ગુરુને પૂછે છે-ગુરુજી આત્મા મને બતાવા
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat