________________
( ૧૫ )
આપણી બહારની ઇન્દ્રિો બહારના ગુણોને ગ્રહણ કરે છે. માદા ગુણ વગરને આત્મા બાહોન્દ્રિયથી ગ્રહણ થઈ શકે નહિ. પણ હા, સમજવા પ્રયત્ન કરે તે આત્મા મરી પ્રત્યક્ષ થઈ શકે છે જેને માનસ પ્રત્યક્ષ કહેવામાં આવે છે. આત્મા કેવી રીતે મનથી પ્રત્યક્ષ છે તેની સમજ.
ખરી રીતે આપણને દુનિયાની કેઇપણ વસ્તુ પ્રત્યક્ષ નથી પણ એને ગુણ પ્રત્યક્ષ છે. જેમ આપણે એક ઘડે જે. એ ઘડનું શું જોયું ? એની આકૃતિ અને રંગ રંગ વગેરે ગુણે છે. એ શુ ન હોય તે ઘડાને આપણે પ્રત્યક્ષ કેવી રીતે કરી શકીએ? એવી જ રીતે આંધળો માણસ પણ ઘડાને સ્પર્શથી જાણી શકે છે, સ્પર્શદ્વારા ઘડાનું અનુમાન કરી લે છે. આંધળાને સ્પર્શેન્દ્રિય દ્વારા સ્પર્શને પ્રત્યક્ષ થાય છે. આ સ્પર્શ અને આકૃતિ ઘડાની જ છે, એમ સમજીને આ ઘડે છે એમ તે માને છે. ખરી રીતે ઘડે પ્રત્યક્ષ નથી પણ ઘડાને ગુણ પ્રત્યક્ષ છે.
એવી જ રીતે દર પડેલી સાકરની ગાંગડી અને મીઠાની કણીને જીભ ઉપર મૂકવાથી આ સાકર છે અને આ મીઠું છે, એમ માણસ જાણી શકે છે. તેને ફરક આંખથી સમજાતે નથી પણ જીભથી જણાય છે. જીભ શું ગ્રહણ કરે છે? તે વસ્તુને રસ. રસ એ ગુણ છે અને જીભદ્વારા તેને પ્રત્યક્ષ થાય છે. તે ગુણદ્વારા વસ્તુ પણ પ્રત્યક્ષ મનાય છે પણ ખરી રીતે વસ્તુ પ્રત્યક્ષ નથી પણ ગુણને પ્રત્યક્ષ થવાથી ગુણ વસ્તુનું અનુમાન થાય છે. આ વાદ છે માટે સાકર
છે અને આ સ્વાદ છે માટે મીઠું છે, એમ જણાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com