________________
( ૧૬ ).
ચૈતન્યવાદ નાસિકાદ્વારા કસ્તૂરી, ફૂલ વગેરે ગંધવાળી ચીજોનું જ્ઞાન થાય છે. ખરી રીતે નાક તે ગંધને ગ્રહણ કરે છે એટલે નાસિકા દ્વારા ગધ પ્રત્યક્ષ છે અને ગંધદ્વારા ગંધવાળી ચીજોનું અનુમાન થાય છે. એમ સ્પર્શેન્દ્રિય સ્પર્શને પ્રત્યક્ષ કરે છે અને તે દ્વારા સ્પર્શવાળી ચીજોનું અનુમાન થાય છે. જેમ આંખ મીંચેલીબંધ કરેલી હોવા છતાં મખમલ આદિના સ્પર્શથી આપણે જાણી શકીએ છીએ કે આ મખમલ છે, આ રેશમ છે, આ કપડું છે. તેમજ શબ્દને કાન પ્રત્યક્ષ કરે છે અને શબ્દ શ્રવણથી શબ્દવાળી ચીજોનું અનુમાન થાય છે. જેમ દરથી શંખાદિને શબ્દ સાંભળીને આપણે જાણીએ છીએ કે આ શંખ વાગે છે, આ તબલા વાગે છે વગેરે, વગેરે. પણ ખરી રીતે તે કાન શદને જ પ્રત્યક્ષ કરે છે પણ અનુમાનથી શબ્દવાળી ચીજો પ્રત્યક્ષ જેવી આપણને જણાય છે. એમ દુનિયાની તમામ વસ્તુઓમાં સમજવું. બાદ્ધિથી જે જે વસ્તુ પ્રત્યક્ષ થાય તેમાં તે તે વસ્તુઓને ગુણ બહારની ઈન્દ્રિયેથી પ્રત્યક્ષ છે. તે-તે ગુણે દ્વારા તે તે ગુણવાળી ચીજ અનુમાનથી આપણને પ્રત્યક્ષ જેવી માલમ પડે છે. ત્યારે સાર એ થયે કે દુનિયાની તમામ ચીજો આપણને પ્રત્યક્ષ નથી પણ તેના ગુણ પ્રત્યક્ષ છે અને ગુણ પ્રત્યક્ષ હોવાથી ગુણી પણ પ્રત્યક્ષ મનાય છે. જેમ બહારની ઇન્દ્રિયથી ગુણ પ્રત્યક્ષ થાય છે તેમ મનથી પણ ગુણ પ્રત્યક્ષ થાય છે. જેમ સુખ-જ્ઞાન વગેરે આત્માના ગુણને આપણે કાનેથી સાંભળી શકતા નથી, આંખેથી જોઈ શકતા નથી, નાકથી સુંઘી શકતા નથી, જીભથી ચાખી શકતા નથી તેમજ
સ્પર્શેન્દ્રિયથી સ્પશી શક્તા નથી; છતાં સુખ-જ્ઞાન વગેરે ગુણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com