________________
:
: :
:
:
| ગીતાર્થ કોણ? પૂર્વકાળની આ વાત છે. એક નગરીમાં એક આચાર્ય મહારાજ ! પધાર્યા. તેમનું જ્ઞાન અગાધ હતું. શરીરે જોરદાર હતા. હંમેશાં શિષ્યોને અપ્રમત્તપણે વાંચના આપતા હતા. ટકા માટે પાછળ પાટિયાને પણ ઉપયોગ નહતા કરતા.
એ જ નગરીમાં ચેડા વખત પછી બીજા આચાર્ય મહારાજ પધાર્યા, જેઓ ઉત્સર્ગ–અપવાદના જાણ હતા, જમ્બર વિદ્વાન હતા. તેઓ પણ શિષ્યોને અવિરત વાંચના આપતા હતા, પણ શરીરે બહુ જોરદાર નહેતા જેથી પાછળ ટેકા માટે પાટિયાદિને ઉપયોગ કરતા હતા.
જેઓ શરીરે જોરદાર હતા, ટેક માટે પાટિયાદિને પણ 1 ઉપગ નહતા કરતા એ સમર્થ આચાર્યદેવને એક શ્રાવકે પૂછયું: કે “ગુરુદેવ ! આપ તે પાટિયાદિને ઉપયોગ નથી કરતા, બીજા આચાર્ય
તે કરે છે.” તરત આચાર્ય મહારાજે જણાવ્યું “ભાઈ એ શરીરે
કમજોર છે. પાટિયાદિને ઉપયોગ કરે એમાં જરાય વાંધો નથી. હું કે | તે શરીરે જોરદાર છું એટલે મને કંઈ એની જરૂર નથી.”
પિતાને ઉત્કર્ષ બતાવા ખાતર એમ પણ કહી શકતે–અરે ! એ આચાર્ય તે શિથિલ છે, આવા છે, તેવા છે; પણ એમ બીજા | આચાર્યની નિંદા ન કરતા એ આચાર્ય કરે છે તે પણ બરાબર છે, હું કરું છું તે પણ બરાબર છે. આ આચાર્યશ્રીના કથનને સામા માણસ પર કેવી અજબ પ્રભાવ પડે એ વિચારી લેજે.
માટે જ શાસ્ત્રકારો આવા આચાર્યને ગીતાર્થ કહે છે. બીજાને યેન-કેન ઉતારી પાડવાની વૃત્તિ એ અધમત્ત છે. બસ જે છે તે અમે જ છીએ; બીજામાં તે કંઈ નથી. આ આવા છે, તે તેવા છે.
આવા અગીતાર્થો પિતાને ઉકર્થ બતાવી બીજાને ઉતારી પાડી શાસનને છિન્નભિન્ન કરી નાંખે છે!
શ્રીકીતિ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com