________________
(૩૬)
ચિતન્યવાદ
પુરુષે આ વિજ્ઞાન જાણતા હતા પણ સાથે–એ માનતા હતા કે-આ વિજ્ઞાન એ વિનાશક છે, તેનાથી દુનિયાની બરબાદી છે માટે જ તેને પ્રચાર ન કર્યો. જડવાદના આવિષ્કારમાં એકબીજાને સંહાર છે. અરે ! આજે તે મરણ માથે ભમી રહ્યું છે.
ગૅસ, અણુબોમ્બ, કિરણ, આ તમામ વસ્તુના આવિષ્કારમાંબેલે શાંતિ વધવાની કે સંહાર વધવાને? જડવાદને એટલે આવિષ્કાર તેટલી જ બરબાદી, હાનિ, વિનાશ અને લડાઈ, વધવાની. જડવાદ વધે એટલે એક દેશ બીજા દેશને દબાવે, પરસ્પર ભય, જડવાદી પિતાનું ઘર પણ બાળે અને બીજાનું પણ બાળે. બીજાનું બાળવા પિતાનું પહેલું બાળે. જ્યારે ચેતન્યવાદી-સમજુ માણસ પોતાનું અને પારકાનું રક્ષણ કરે. ચૈતન્યવાદમાં કષાને જીતવાના હોય તે કેઈને ય દુશ્મન ન માને, બધાને મિત્ર માને.
ચૈતન્યવાદ તારક છે જ્યારે જડવાદ સંહારક છે. ફરી ફરીને કહું છું કે
યાદ રાખે કે જડવાદના જોરમાં દુનિયાની પાયમાલી છે. જડવાદના આવિષ્કારમાં દુનિયાને સંહાર છે, જડવાદની વૃત્તિમાં જગતની બરબાદી છે, ચૈતન્યવાદના જેરમાં–તેના આવિષ્કારમાં જગતમાં શાંતિ છે, આબાદી છે અને તેમાં જ સાચું સુખ સમાયેલું છે. ચૈતન્યવાદમાં મેજ છે, સમૃદ્ધિ છે, સંરક્ષણ છે. ન્યાયનીતિ, સદાચાર અને ધર્મ તમામ એમાં સમાયેલાં છે. તેમાં વૈરવિરોધ નથી, પણ મૈત્રીભાવ છે, ચેતન્યવાદી ભલે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com