________________
( ૪ )
ચૈતન્યવાદ
પેાતાના પ્રાણ પાથરી રહ્યો છે—આવા કપરા કાળમાં આત્માની વિચારણા કરનારા કેટલા ? આજે આ દેશમાંથી આત્માની વિચારણા ભૂલાઈ રહી છે. આ આર્ય દેશમાં, અનાય દેશની છાયા ખૂબ જ પ્રસરી ચૂકી છે. પાશ્ચાત્ય સસ્કૃતિએ આ સંસ્કૃતિને ભારે ધક્કો પહેાંચાડ્યો છે. કેવળ જડવાદની પાછળ દુનિયા ઘેલી બની છે. જડવાદમાં જડ જેવા બનેલા આત્માએ પરિણામે આત્માને અધોગતિના પંથે ઘસડી રહ્યા છે. માત્ર ચાૉક દર્શનવાળા જ આત્માને માનતા નથી.
આત્માને કાઇએ બનાન્યેા નથી તેમજ આત્માના કીય નાશ થવાના છે એમ પણ નથી, અન ́ત ભૂતકાળ વહી ગયા અને અનંત ભવિષ્યકાળ આવશે પરંતુ આત્મા ભૂતકાળમાં પણ હતા, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં પણ રહેશે. આત્મા એ અમર છે. અનાર્યાં આત્માને માનતા નથી. આ દેશના તમામ દનકારે આત્માના અસ્તિત્વને સ્વીકારે છે, માત્ર એક જ એવું દર્શન છે કે-જે આત્માના અસ્તિત્વના ઈનકાર કરે છે. એ ચાર્વાકદર્શનવાળા પંચભૂતનું પૂતળું છે, એમ કહી, આત્માના અસ્વીકાર કરે છે.
પણ આત્મા પ્રત્યક્ષ છે.
એક શિષ્યે પેાતાના ગુરુને એક પ્રશ્ન કર્યાં–ગુરુદેવ ! આપ આત્મા આત્મા કરા છે પણ આત્મા કયાં દેખાય છે? જગતની તમામ વસ્તુઓ આપણી આંખે
દેખાય છે પણ
આત્મા ઢેખાતા નથી માટે આત્મા નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com