________________
એની મહાભયાનક અસર દેશના અર્થતંત્ર ઉપર, પ્રજાના સ્વાઓ ઉપર અને ખેતપેદાશના ઉત્પાદન તેમ જ ગુણવત્તા ઉપર છવાઈ જાય છે.
ભ્રામક દલીલ પશુઓની કતલ ચાલુ રાખવાના કારણમાંથી સરકારી કક્ષાએ અને સરકારી દોરીસંચાર ઉપર નાચતા હિત ધરાવતા વર્ગ તરફથી હમેશાં દલીલ થયા જ કરે છે કે ઓછું દૂધ આપનારી અનાર્થિક ગાય-ભેંસને અને ખાણની તંગી હેવાથી જે આવાં બિનઉપયોગી પશુઓને મારી નાખીએ તે સારાં પશુઓને વધુ સારું ખવડાવી શકાય અને તેમની દૂધ આપવાની ક્ષમતા વધારીને દૂધનું ઉત્પાદન વધારી શકાય.
હકીકતમાં તે સરકારે વનસ્પતિ ઉદ્યોગના હિતને પિષવાની અન્નનીતિ અપનાવીને શિંગદાણું અને ઘઉંની ખેતી વધારીને ઘાસચારાની અછત પેદા કરી છે. અને કાપી નાખવામાં આવતાં પશુઓના ભાગનું ખાણ બચેલાં પશુઓને ખાવા દેવાને બદલે પરદેશનાં પશુઓને ખાવા નિકાસ કરી નાખે છે. અને એ રીતે ખાણની ઉગ્ર અછત પેદા કરી સારાં પશુઓને અનાર્થિક બનાવે છે. જેથી તેમને પણ અનાથિંકપણાની છાપ મારીને તેમની કતલને પણ વાજબી ઠરાવી શકાય.
તે ખાણની નિકાસ શા માટે? - જે સરકાર એ દા કરતી હોય કે દેશમાં ખાણની અછત છે, તે તેને ખાણની નિકાસ વધાયે” જવાને કોઈ જ નૈતિક અધિકાર નથી. બીજા દેશમાં આવી સરકારને તેમની સામે ગંભીર રાષ્ટ્રદ્રોહને આરોપ મૂકી પદભ્રષ્ટ કરવામાં આવી હોત અને તેમની સામે કાયદાની અદાલતમાં કામ ચલાવવામાં આવ્યું હત. - પશુઓના ખાણની નિકાસના આંકડા હું ઉપર જણાવી ગયે છું. તેના પરિણામે દૂધ અને શુદ્ધ ઘીના ઉત્પાદનમાં ધરખમ ઘટાડો થયો હોવા છતાં, આ નિકાસ દર વરસે કેટલા મોટા પ્રમાણમાં ચાલુ રાખવામાં આવી તેની વિગત નીચે આપી છે.
ઈ. સ. ૧૯૬૬-૬૭ના દશ જ મહિનામાં ૬૬૯૧૫૯ ટન ખેળ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org