________________
વાછડા ખરીદી જવા લાગ્યા. એટલે હવે સારા સાંઢના પુરવઠા ઉપર પણ કાપ પડયો.
દરેક વાછડે સાંઢ બનાવવા લાયક નથી હોતું. પણ જે વાછડા સાંઢ બનાવવા લાયક હોય તેને ખેડૂતે વધુ પૈસા આપીને ખરીદી જવા લાગ્યા. પશુધનને આ રીતથી નુકસાન થતું હતું તે માલધારીઓ સમજતા હતા. પરંતુ મેંઘવારીની ભીંસમાં સપડાયેલા હોવાથી લાચારીથી સારા સાંઢ બનાવવા વાછડા વેચી નાખતા. પરિણામે ખેડૂતેએ નાપાસ કરી ન ખરીદેલા નબળા અને સાંઢ તરીકે અગ્ય વાછડાઓને સાંઢ તરીકે ઉછેરી તેમના દ્વારા પ્રજનનકાર્ય ચાલુ રાખતા. ભારતના સમગ્ર પશુધનને તેની અસર પહોંચી.
નબળું પડતું પશુધન નબળા અને અયોગ્ય સાંઢથી જન્મેલી વાછડીઓ તેમની પૂર્વજ ગાયે કરતાં દર પેઢીએ ઓછું ને ઓછું દૂધ આપવા લાગી, વાછડાઓ તેમના પૂર્વજો કરતાં જમીન ખેડવામાં, પાણીને કેસ ખેંચવામાં અને ગાડાં ખેંચવામાં ઓછા કાર્યક્ષમ બનતા ગયા. '
પશુઓના ખાણની અસાધારણ નિકાસ ડેરીઓ તે યુરોપ-અમેરિકામાં પણ છે. પરંતુ ત્યાં ડેરીઓની ગાયને ખુલ્લામાં હરવાફરવાનું મળે છે. ચરિયાણામાં ફરીને પેટ પૂરતું ઘાસ ખાવાનું મળે છે. તેમની દૂધ આપવાની શક્તિ જળવાઈ રહે માટે તેમને રેજનું ઓછામાં ઓછું ત્રણ કિલે ખાણ મળે છે. (ખાણ એટલે પશુઓને આપવાને દાણે જેમાં કોળની ભૂકી, ઘઉં થૂલું, મેળ, કપાસિયા, ગુવાર વગેરે હોય.)
આ ખાણ તેઓ હૂંડિયામણું ખરચીને ભારતમાંથી આયાત કરે છે, અને ભારત પિતાનાં પશુઓને ભૂખે મારીને અહીં ખાણુની તંગી રહેવા છતાં તેની નિકાસ કરી નાખે છે. અને પછી સરકારી પ્રવક્તાએ, પ્રધાને, પરદેશી હિતો સાથે મળી ગયેલા ભારતીય નિષ્ણાતે, અને કટાર-લેખકે પરદેશી ગાયની દૂધ આપવાની શક્તિનાં વખાણ કરે છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org