Book Title: Vishvamangal Granthmala Part 04
Author(s): Veishankar Murarji Vasu
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 13
________________ આ અનાર્થિક અને વૈજ્ઞાનિક નિકાસ-નીતિનું પરિણામ એ આવ્યું કે ૧લ્પમાં ભેંસ એક વિયાતરમાં ૧૧૦૫ પાઉન્ડ દૂધ આપતી અને ગાય ૪૧૩ પાઉન્ડ દૂધ આપતી તે ૧૫૬માં અનુક્રમે ૯૭૦ પાઉન્ડ અને ૩૬૧ પાઉન્ડ આપતી થઈ ગઈ. દૂધ આપવાની તેમની શક્તિ જ હણાઈ ગઈ. દૂધ આપવાની ક્ષમતા ઘટી આવી મૂર્ખાઇભરેલી નિકાસનીતિને કારણે ગાયે અને ભેંસની દૂધ આપવાની ક્ષમતા ભયજનક રીતે ઘટી ગઈ. એ એક નિર્વિવાદ હકીક્ત છે. પરંતુ દૂધ-ઉત્પાદનના આંકડા ખૂબ વિવાદાસ્પદ અને આપણાં પશુઓને ઉતારી પાડવાના ઈરાદાથી અને પશુઓની કતલને વાજબી કરાવવાના પૂર્વજિત ઇરાદાવાળા હોય એમ લાગે છે. કારણ કે જે ગાય આખા વરસમાં માત્ર ૩૬૧ થી ૪૧૩ પાઉન્ડ દૂધ આપે અને ભેંસ ૯૭૦ થી ૧૧૦૦ પાઉન્ડ દૂધ આપે તે તેને પાળવાનું આર્થિક રીતે કેઈને પરવડે નહિ. કાં તે એ આંકડા ઈરાદાપૂર્વક ઓછા દેખાડવામાં આવ્યા છે, અથવા તે જે ગાયે કુદરતી રીતે ઓછું દૂધ આપે છે (કારણ કે તેઓ વૃષભ ગાય છે, દુધાળ ગાય નથી) અને તેમના વિાષ્ઠા જે શ્રેષ્ઠ બળદ તરીકે વખણાય છે, તે વાછડા અને ખાતર અથવા બળતણ માટે છાણ મેળવવા ઉછેરવામાં આવે છે, અને જે રેજ માત્ર અડધે લિટર જેટલું જ દૂધ આપે છે તે ગાયના દૂધના આંકડા છે. (આ આંકડા ઈન્ડિયન લાઇવસ્ટોક સ્ટેટિસ્ટિકસ, ૧૯૫૬ પાના-રર ઉપરથી લીધા છે.) જે સારી દુઘાળ ગાયે છે તે ગીર, કાંકરેજ, શાહીવાલ વગેરે જાતની ગાયે રેજ ૭ થી ૧૫ લિટર દૂધ આપવાની ક્ષમતાવાળી છે. ગઈ સદીમાં એ જાતની ગાયે ૨૦ થી ૪૦ લિટર દૂધ આપતી એટલે એના ઉપરથી એટલું તે સાબિત થાય છે કે દૂધના આંકડા ભલે વિવાદાસ્પદ હેય પણ પશુઓની દૂધ આપવાની શક્તિ હણાઈ ગઈ છે તેને ઈન્કાર થઈ શકે તેમ નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 314