Book Title: Vishvamangal Granthmala Part 02
Author(s): Veishankar Murarji Vasu
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 13
________________ વેપારીઓ કે અમલદારને એમની છૂપી આવક છુપાવવા અને તેમાંથી કરમુક્ત વધુ કમાણી કરવા આવાં મોટાં મકાને આશીર્વાદરૂપ થઈ પડયાં. જ્યારે બીજી તરફ સેંકડો જર્જરિત મકાને મરામત ન થવાથી પડતાં જાય છે, અનેક માનવીઓ એમના કાટમાળ નીચે દબાઈને મૃત્યુ પામે છે. હજારે કુટુંબે બેઘર બનીને ઝુંપડપટ્ટીઓનાં કાચાં, કેઈ જાતની સગવડ વિનાનાં મકાનમાં ભારે ભાડું અને પાઘડી આપીને આશ્રય મેળવે છે. મકાનની તંગી પૂરી થશે ખરી? - “ઇન્ડિયાઃ ૧૯૬૬માં પ્રસિદ્ધ થએલા આંકડાઓ મુજબ ૯૩ . લાખ મકાનની શહેરમાં અને પ૬૭ લાખ રહેઠાણની ગામડાંઓમાં મળી દેશમાં કુલ ૬ કરોડ ૬૦ લાખ મકાનની તંગી છે. મકાનની આ અછતને પહોંચી વળવા અબજો રૂપિયાની રોજનાઓ થઈ. એ જનાઓમાં ૨૫ વરસમાં ઘણાં નવાં મકાને બંધાયાં, છતાં મકાની અછત, કિંમત અને ખાલી જમીનના ભાવ વધતા જ જાય છે. ' લાખે કે ફૂટપાથ ઉપર ગંદી ઝુંપડપટ્ટીઓમાં કઈ પણ જાતની સગવડ વિના, હવામાન સામે રક્ષણ વિના અને ઘણી વખત તે ઉઘાડા આકાશ નીચે જીવન ગુજારે છે. ત્રણ ત્રણ પેઢીથી એક કે ડબલ રૂમમાં રહેતાં કુટુંબે પણ જીર્ણ-જર્જરિત થએલી જૂની જગાએ છોડી ઝૂંપડપટ્ટીઓમાં રહેવા જવા લાગ્યા છે. રહેણાક મકાને કરતાં ઝૂંપડપટ્ટીઓની અને ઝૂંપડપટ્ટીઓ કરતાં તેમાં વસનારા દુર્ભાગીઓની સંખ્યા ઝડપભેર વધતી જાય છે. પાછા ગામડાંઓમાં મોકલે શહેરમાં મકાનોની ખેંચ પડવાનાં બે કારણ છેઃ (૧) ગામડાંએના લેકેનું શહેરોમાં સ્થળાંતર અને (૨) સ્ટીલ તેમ જ સિમેન્ટ ઉદ્યોગોએ વધારી મૂકેલા ભાવને કારણે જૂનાં મકાનોની મરામતનું અટકી પડવું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 274