Book Title: Vichar Shakti Author(s): Shivanand Swam Publisher: Swami Shivanand Gyanyagna NidhiPage 21
________________ યોગવાસિષ્ઠ' એ ભારતના આદર્શ વહેવારિક તત્ત્વજ્ઞાનનો અદ્ભુત ગ્રંથ છે. આ ગ્રંથનો સાર નીચે પ્રમાણે છે : “અદ્વૈત સનાતન બ્રહ્મ અથવા અજરામર આત્મા એક જ સત્ વસ્તુ છે. આ જગત તદ્દન મિથ્યા છે. આત્માના જ્ઞાનથી જ મનુષ્ય આ જન્મમરણના ચક્કરમાંથી મુક્ત થઈ શકે. વિચાર ને વાસનાનો ક્ષય એજ મોક્ષ. મનનો વિસ્તાર એ જ સંકલ્પ. સંકલ્પ કે વિચાર તેની ભેદશક્તિથી વિશ્વને ઉપજાવે છે. આ વિશ્વ એ મનનું જ ક્રિીડાસ્થાન છે. વર્તમાન, ભૂત, ભવિષ્ય એ ત્રિકાળમાં આ જગત છે જ નહિ. માટે સંકલ્પનાશ એ જ મોક્ષ. આ શુદ્ર “અહ”, વાસના, સંકલ્પ ને વિચારોનો નાશ કરો. આત્માનું જ ચિંતન કરો ને જીવનમુક્ત બનો.” ૨૦. વિચારસૃષ્ટિમાંથી ઉદ્ભવતી બાહ્યસૃષ્ટિ દરેક વિચારને આકૃતિ હોય છે. ટેબલ એટલે અમુક સ્પષ્ટ માનસિક આકૃતિ વત્તા બાહ્મ દ્રવ્ય. જે જે વસ્તુ તમે બહાર જુઓ છો, તે માનસિક મૂર્તિની પ્રતિકૃતિ છે. આંખમાની કીકી એ બારીક ગોળ કાણું છે. છબી ઝીલનારું મજ્જાપટલ પણ તદ્દન નાનું જ હોય છે. છતાં પર્વત જેવી મહાન વસ્તુની છબી પણ તે નાની કીકીમાંથી બારીક મજાપટલની સપાટી પર પડી રહે છે ને મનમાં બહારની વસ્તુ પ્રમાણે આબેહૂબ સ્વરૂપ ઉત્પન્ન કરે છે. આ મહાન આશ્ચર્ય નથી તો બીજું શું? આમ, પર્વત જેવી વસ્તુની છબી પણ પહેલેથી જ મનમાં હોય છે. મન એ કેનવાસના વિશાળ પડદા જેવું છે, જેના પર બહાર દેખાતી બધી વસ્તુઓનાં પ્રતિબિંબ પહેલેથી જ હોય છે. ૨૧. સૃષ્ટિ એટલે વિચારોનો બાહ્ય સ્ફોટ . ખરેખર વિચાર કરીએ તો જણાશે કે આખું વિશ્વ મનોમય સૃષ્ટિનું બાહ્ય પ્રગટ સ્વરૂપ છે. “મનીમાત્રમ્ જગત”, માટે જ મનની શુદ્ધિ ને સંયમ ઉપર જ બધાં યોગશાસ્ત્રો રચાયેલા છે. મન એટલે લાગણી ને વિચારરૂપે નિરંતર મગજ ઉપર હુરતી અનેકવિધ છાપોનું સંગ્રહસ્થાન. મન એટલે જ ઇચ્છાશક્તિ કે ક્રિયાશક્તિ. વિચાર જ તમને કાર્ય કરવા પ્રેરશે. ક્રિયાથી મનમાં સંસ્કારરૂપી છાપ ઊંડી પડે છે. મનની ક્રિયાશક્તિ પર અસરકારક રીતે સંયમ મૂકીને વિચારોના વિષમય ચક્રનો અંત લાવવાનું યોગ શીખવે છે. માટે યોગ એ વિચારરૂપી મુખ્યPage Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124