Book Title: Vichar Shakti
Author(s): Shivanand Swam
Publisher: Swami Shivanand Gyanyagna Nidhi

View full book text
Previous | Next

Page 48
________________ દરેક મનુષ્ય પોતાના સંસ્કાર સહિત જન્મે છે. મન કંઈ સફેદ કાગળ જેવી કોરી વસ્તુ નથી. તેની ઉપર પૂર્વજન્મના આપણા વિચાર અને કાર્યોની છાપરૂપી સંસ્કાર પડેલા હોય છે. આ સંસ્કાર એ સુષુપ્ત ક્રિયાશક્તિ છે. તેમાંના શુભ સંસ્કાર એ જ મનુષ્યની કિંમતી મિલકત છે. મનુષ્ય ગમે તેવા મુશ્કેલ ને પ્રતિકૂળ સંજોગોમાં હોય તો પણ તેને બહારની મુશ્કેલીઓ ને સંકટો સામે આ સંસ્કારોને લીધે રક્ષા મળી શકે છે. વળી તેઓ મનુષ્યની પ્રગતિ ને વિકાસમાં સહાય આપે છે. કોઈ પણ તકને ગુમાવો નહિ. દરેક પ્રસંગનો લાભ લો. કેમકે તમારા વિકાસ ને ઉન્નતિ માટે જ આ તક તમને આપવામાં આવેલ છે. જો તમે રસ્તા પર કોઈ બીમાર માણસને નિરાધાર સ્થિતિમાં પડેલો જુઓ તો તેને ખભા પર કે ગાડીમાં ઉપાડી તદ્દન નજીકના દવાખાનામાં લઈ જાઓ ને તેની સેવા કરો. તેને ગરમ દૂધ, ચા કે કોફી આપો ને દિવ્ય ભાવથી તેના પગ દાબો. તેની અંદર રહેલા સર્વવ્યાપક, સર્વજ્ઞ, અણુઅણુમાં ઓતપ્રોત ભગવાનનો અનુભવ કરો. તેની આંખના નૂરમાં, તેની વાણીમાં, તેના શ્વાસમાં, તેના ધબકારામાં તેની નાડમાં વ્યાપક દિવ્યતા જુઓ. દયા ને પ્રેમનો વિકાસ કરવા, તમારા હૃદયને શુદ્ધ કરવા, ધૃણા, વેરઝેર ને ઈર્ષા દૂર કરવા માટે જ ઈશ્વરે તમને આ તક આપી છે. કદાચ તમે બહુ બીકણ હો તો કોઈ વાર ઈશ્વર તમને એવા સંજોગોમાં મૂકશે કે જેથી કરીને તમારા જીવના જોખમે પણ તમારે હિંમત ને સમયસૂચકતા બતાવવાની જરૂર પડે. જે જે વ્યક્તિઓએ દુનિયામાં નામના મેળવી છે તેઓએ પોતાની મળતી બધી તકોનો લાભ ઉઠાવ્યો હોય છે. ઈશ્વર આમ તકો આપીને જ મનુષ્યને ઘડે છે. હંમેશા ધ્યાનમાં રાખો કે તમારી નિર્બળતામાં જ તમારું બળ રહેલું છે. કારણ કે ત્યારે તમારી રક્ષા કરવા તમે સતત પ્રયત્નશીલ રહેશો. ગરીબાઈમાં પોતાના સગુણો રહેલા છે; કેમ કે તેથી નમ્રતા, બળ, સહનશક્તિ, વગેરે ગુણો કેળવાય છે, જયારે મોજશોખથી આળસ, અભિમાન, નિર્બળતા, નિષ્ક્રિયતા ને અનેક પ્રકારના દુર્ગુણો ફાલે છે. માટે વિષમ સંજોગો પ્રત્યે બાડો નહિ, તમારું જ પોતાનું માનસિક તેમજ દુન્યવી વાતાવરણ સર્જા. જો માણસ પ્રતિકૂળ સંજોગો સામે થઈને પણ વિકાસ પામે છે, તે ખરેખર મહાન બને છે. તે કોઈનાથી ડખ્તો નથી. તેનો બાંધો મજબૂત ને મજ્જાતંતુઓ પોલાદી હોય છે.

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124