Book Title: Vichar Shakti
Author(s): Shivanand Swam
Publisher: Swami Shivanand Gyanyagna Nidhi

View full book text
Previous | Next

Page 118
________________ વિચારો એ સાકરના ગાંગડા કરતાં પણ વધારે નક્કર પદાર્થ છે. તેમાં અગાધ શક્તિ રહેલી છે. આ સંકલ્પશક્તિનો સાવચેતીપૂર્વક ઉપયોગ કરો. આથી તે તમને અનેક રીતે લાભદાયક નીવડશે. પણ આ શક્તિનો ઇચ્છામાં આવે તેમ દુરુપયોગ કરશો, તો જલદીથી તમારો અધ:પાત થશે. અથવા ભયંકર પ્રત્યાઘાત થશે; માટે બીજાને મદદ કરવા તેનો ઉપયોગ કરો. ૩. હિંમત અને પ્રેમની પ્રાપ્તિ માટે વિચારશક્તિ ભયના, સ્વાર્થના વેરઝેરના, વિષયના તેમ જ બીજા અશુદ્ધ વિચારોનો નાશ કરો. આ અશુભ વિચારો નિર્બળતા, રોગ, કુસંપ, નિરાશા અને ગમગીની ઉત્પન્ન કરે છે. દયા, હિંમત, પ્રેમ અને આત્મશુદ્ધિના શુભ વિચારોનું હંમેશા સેવન કરો. આથી અશુભ વિચારો પોતાની મેળે નાશ પામશે. આને અમલમાં મૂકો અને તમારી શક્તિ જુઓ. શુદ્ધ વિચારો તમારી અંદર નવું ઉચ્ચ જીવન પ્રેરશે. ભવ્ય દિવ્ય વિચારો મન પર અવર્ણનીય અસર કરે છે અને દુષ્ટ વિચારોને મનમાંથી હાંકી કાઢે છે અને માનસિક તત્ત્વને બદલાવી નાખે છે. દિવ્ય વિચારોના સેવનથી મને સંપૂર્ણપણે દિવ્ય પ્રકાશયુક્ત બને છે. ૪. આદર્શ જીવન માટે વિચારશક્તિ ભવ્યમાં ભવ્ય વિચારોનું સેવન કરો. આથી તમારું ચારિત્ર્ય પણ ઉચ્ચ થશે. તમારું જીવન પણ ઉન્નત અને આદર્શ બનશે. પણ જુદા જુદા મનુષ્યોની મનોવૃત્તિ જુદી જુદી હોય છે. મનુષ્યોની માનસિક તેમ જ બૌદ્ધિક શક્તિ તેમ જ કામ કરવાની શારીરિક શક્તિ ભિન્ન ભિન્ન હોય છે. માટે દરેકે પોતપોતાની પ્રકૃતિ ને શક્તિ અનુસાર આદર્શ નક્કી કરી સંપૂર્ણ ઉત્સાહ અને તીવ્ર કાર્યશક્તિ દ્વારા તેને સિદ્ધ કરવા માટે પ્રયાસ કરવો જોઈએ. એક મનુષ્યનો આદર્શ બીજા મનુષ્યને અનુકૂળ આવે નહિ. જો મનુષ્ય પોતાની શક્તિ બહારનો, સિદ્ધ ન થઈ શકે તેવો આદર્શ રાખે તો તે જરૂર નિષ્ફળ જવાનો. તે પોતાનો પ્રયાસ છોડી દેશે, અને પરિણામે તામસી બની જશે. તમને તમારા જીવન માટેનો નક્કી આદર્શ હોવો જોઈએ. પછી પ્રયત્ન

Loading...

Page Navigation
1 ... 116 117 118 119 120 121 122 123 124