Book Title: Vichar Shakti
Author(s): Shivanand Swam
Publisher: Swami Shivanand Gyanyagna Nidhi

Previous | Next

Page 121
________________ છે. વિચારશક્તિ દ્વારા નવસંસ્કૃતિનું નિર્માણ વિચાર મનુષ્યને ઘડે છે. વિચાર જ સંસ્કૃતિને સર્જે છે. જીવનના પ્રત્યે મહાન બનવાની પાછળ શક્તિશાળી વિચારબળ રહેલું હોય છે, અને દુનિયાના ઇતિહાસના દરેક મહાન બનવાનું પણ તે જ કારણ છે. દુનિયાની બધી શોધખોળો, દરેક ધર્મ અને તત્ત્વજ્ઞાન, દરેક જીવનરક્ષણ અને જીવનઘાતક પ્રવૃત્તિની પાછળ સંકલ્પ જ હોય છે. સંકલ્પ વાણી દ્વારા બહાર બતાવી શકાય છે અને કર્મ દ્વારા જીવનમાં ઉતારી શકાય છે. શબ્દ એ સંકલ્પને મદદ કરનાર સેવક જેવો છે અને કર્મ એ તેનું છેવટનું પરિણામ છે. માટે જ “જેવા તમે સંકલ્પ કરશો, તેવા જ તમે બનશો.” આ કહેવત પ્રચલિત બની છે. નવી સંસ્કૃતિનું નિર્માણ કેવી રીતે કરવું? નવી સંકલ્પશક્તિ ઉત્પન્ન કરીને. મનુષ્યજાતિને શાંતિ આપે, સમાજને સમૃદ્ધ બનાવે, અને મનુષ્યને મુક્તિને માર્ગે લઈ જાય એવી સંસ્કૃતિ કેવી રીતે ઉત્પન્ન થઈ શકે ? આ માટે એવું સંકલ્પબળ ઉત્પન્ન કરવું પડશે કે જેના પરિણામે દરેક મનુષ્ય માનસિક શાંતિ અનુભવે, હૃદયમાં દયા આદિ દિવ્ય સગુણોને ધારણ કરી શકે, પોતાના જાતિભાઈઓની સેવા કરે અને ઈશ્વરને ચાહી છેવટે તેનો સાક્ષાત્કાર કરી શકે. નિરૂપયોગી કામધંધા અને વિનાશક પ્રવૃત્તિઓની પાછળ જે દ્રવ્ય અને કાળનો દુર્વ્યય કરવામાં આવે છે. તેનો અમુક અંશ પણ જો શુભ સંકલ્પ પાછળ ખરચવામાં આવે તો અત્યારે જ નવસંસ્કૃતિનું નિર્માણ થાય. અણુબોમ્બ અને હાઇડ્રોજન બોમ્બ અને તે જ પ્રકારની બીજી શોધખોળો મનુષ્યને ચોક્કસ તેના નાશ તરફ ધકેલી રહી છે. તે તમારા પૈસાનો દુર્થય કરે છે, તમારા પાડોશીઓનો નાશ કરે છે, આખી દુનિયાના વાતાવરણને કલુષિત કરે છે અને તમારા હૃદયમાં ભય, તિરસ્કાર ને શંકાને ઉત્પન્ન - કરે છે. પરિણામે તમારું મન સમતુલા ગુમાવી બેસે છે અને રોગને વશ થાય છે. મનના આ વલણને અટકાવો. આધ્યાત્મિક માર્ગ શોધખોળોને ઉત્તેજન આપો. તેવી જ રીતે ધર્મ તેમ જ જીવનની બધી સારી વસ્તુઓને ટકાવી રાખવાનો પ્રયાસ કરો. તત્ત્વવેત્તાઓને અને સંતોને માન આપો, કારણ કે તેઓ મનુષ્યજાતિના સાચા ઉદ્ધારકો છે. તેમને ધર્મના અભ્યાસમાં તેમ જ પ્રાચીન આધ્યાત્મિક સાહિત્યના સંશોધનમાં ઉત્તેજન આપો, કારણ કે લોકોના હિત માટે મહાન વિચારશક્તિનું તેઓ નિર્માણ કરે છે.

Loading...

Page Navigation
1 ... 119 120 121 122 123 124