Book Title: Vichar Shakti Author(s): Shivanand Swam Publisher: Swami Shivanand Gyanyagna NidhiPage 68
________________ ૭. વિચારનિયમન માટે વિધાયક રીતો ૧. એકાગ્રતા દ્વારા વિચારનિયમન મનમાં ફૂટી નીકળતા વિચારોને શાંત કરો. ઉભરતા મનના આવેગોને શાંત કરવા માટે મનને શરૂઆતમાં કોઈ મૂર્ત વસ્તુ પર એકાગ્ર કરો. જેમ કે કોઈ ફૂલ, બુદ્ધ ભગવાનની મૂર્તિ, કોઈ સ્વપ્રમૂર્તિ, હૃદયમાનો દિવ્ય પ્રકાશ, કોઈ સંતનું સ્વરૂપ કે તમારા ઇષ્ટદેવનું ધ્યાન પણ ચાલે. દિવસમાં ત્રણ કે ચાર વાર જેમ કે, બાહ્મમુહૂર્ત, સવારના ૮, બપોરના ૪ અને સાંજના ૮ - એમ અભ્યાસ કરો. ભક્તો હૃદયમાં ધ્યાન ધરે છે. રાજયોગી ત્રિકૂટી (જે મનનું સ્થાન છે) માં ધ્યાન કરે છે. ત્યારે વેદાંતીઓ પરબ્રહ્મ પર મનને એકાગ્ર કરે છે. ત્રિકૂટી એ બંને ભમર વચ્ચેનું સ્થાન છે. તમે નાકના અગ્રભાગ પર, નાભિ પર કે મૂળાધાર ચક્ર (કરોડના છેલ્લા મણકા નીચેનું સ્થાન) પર પણ મનને એકાગ્ર કરી શકો. જ્યારે નકામા અસંબદ્ધ વિચારો મનમાં ઘૂસી જાય, ત્યારે તેમની પરવા કરો નહિ. આથી તે ચાલ્યા જશે. પણ બળજોરથી તેમને હાંકી કાઢવાનો પ્રયાસ કરો નહિ, આથી તો ઊલટા તેઓ હઠે ભરાશે અને સામો વિરોધ કરશે. આથી તમારી ઇચ્છાશક્તિ પરનો બોજો વધારશે ને બમણા વેગથી હલ્લો કરશે. માટે તેમને બદલે દિવ્ય વિચારોને સ્થાન આપો. આથી આ હલકા વિચારો ધીમે ધીમે પોતાની મેળે ચાલ્યા જશે. આમ એકાગ્રતાના અભ્યાસમાં ધીમે ધીમે પણ મક્કમતાપૂર્વક આગળ વધો. મનની ચંચળતાને અટકાવવા માટે એકાગ્રતા ખાસ જરૂરની છે. એકાગ્રતાથી મન એક જ રૂપ કે વસ્તુના ચિંતનમાં લાંબા સમય માટે સ્થિર થઈ શકે છે. મનને અનેક વસ્તુઓ પર ગુલાંટ ખાતું અટાવવા તેમ જPage Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124