Book Title: Vichar Shakti
Author(s): Shivanand Swam
Publisher: Swami Shivanand Gyanyagna Nidhi

View full book text
Previous | Next

Page 104
________________ તમે તમારું ભાવિ ઘડો. જો તમે ઉમદા વિચારો કરશો તો તમારું ચારિત્ર્ય પણ ઉમદા થશે. જો તમારા સંકલ્પો નીચ હશે તો કોઈ પણ સંજોગો તમને સારા બનાવી શકશે નહિ. આમ, વિચારો અને કાર્યો પરસ્પર એકબીજા પર અવલંબન રાખે છે. માટે સાવધ બની માત્ર શુભ વિચારોને જ તમારા માનસિક પ્રદેશમાં પ્રવેશવા દો. દરેક મનુષ્યને પોતપોતાની શ્રદ્ધા અનુસાર ફરજ, કિંમત, ભોગ, મુક્તિ વગેરે સંબંધી ભિન્ન ભિન્ન માન્યતા હોય છે, અને દરેક પોતપોતાના આદર્શ માટે જ પ્રયાસ કરે છે. તમે તમારી દીર્ઘકાલીને ગાઢ બનેલ માન્યતા ને વિચારો પ્રમાણે કામ કરો છો. આથી તમારી ઇચ્છિત વસ્તુ માટે પ્રયાસ કરી તેને મેળવો છો. સદ્ગણોનું સેવન કરી તેને ક્રમે ક્રમે શુદ્ધ અને સૂક્ષ્મ બનાવતા જાઓ. તમારા અત્યારના જીવનનાં ત્રણ પાસાં છે : (૧) શારીરિક, (૨) માનસિક અને (૩) આધ્યાત્મિક, તમે જળોની પેઠે શારીરિક પાસાને જ વળગ્યા છો. તમે માત્ર શરીર નથી, અને શરીરરૂપી મંદિરમાં માત્ર થોડોક સમય રહેવાના છો આવા વિચારના સતત સેવનથી શારીરિક સુખદુઃખની લાગણીઓથી પર થાઓ, મનની શુદ્ર વાસનાથી પણ પર થાઓ. માનસિક સૃષ્ટિમાં આગ્રહપૂર્વકનો પ્રયાસ જ સફળ થાય છે. સર્વ સૃષ્ટિ પ્રત્યે નિયમિત ને સ્થિર રીતે શુભ અને કલ્યાણકારી વિચારોનો પ્રવાહ પ્રેર્યા કરો. દરેક સંકલ્પની પાછળ સેવા અને મૈત્રીની શક્તિદાયક ભાવના હોવી જોઈએ. તમને યુક્તિ, પ્રપંચ ને કાવાદાવા કરવાની કળા સાધ્ય છે પણ યાદ રાખો કે સર્વશક્તિમાન ઈશ્વરી કાયદો તમારા બધા કપટમય સંકલ્પો અને બુદ્ધિને પહોંચી વળશે, માટે જે વાતની પૂરી જાણકારી ન હોય તેમાં ભટકવાનું છોડી દો. ઈશ્વરી નિયમ દરેકની ખરી કિંમત આંકે છે. મનુષ્યના સંકલ્પો તેના ચારિત્ર્ય પરથી જ જણાઈ આવે છે; જીભ પરથી નહિ. માટે કૃત્રિમ દેખાવ કરો નહિ. તમારા સંકલ્પોમાં સાચા અને સ્વચ્છ બનો. વિચારોના પ્રવાહ બંને દિશામાં વહન કરે છે. જ્યારે શુભ માર્ગે વહે છે ત્યારે તે પ્રમાણે જ્ઞાન તરફ લઈ જાય છે. જયારે તે અસ્તિત્વના વમળ તરફ દોડે છે, અવિવેકની ખીણ તરફ વળે છે ત્યારે તે વિનાશ વહોરે

Loading...

Page Navigation
1 ... 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124