Book Title: Vichar Shakti
Author(s): Shivanand Swam
Publisher: Swami Shivanand Gyanyagna Nidhi

Previous | Next

Page 109
________________ વસ્તુતઃ બધા રોગ અને દુઃખનું મૂળ વિકૃત માનસિક સ્થિતિ અને વાસનાઓમાં રહેલું છે. એટલા માટે જ માનસિક સુમેળ ખાસ આવશ્યક છે. ઉમદા કૃત્યો દ્વારા તમારા સંકલ્પોને શુદ્ધ કરો અને હંમેશાં સંત પુરુષોનો સમાગમ લેવો. જ્યારે તમારા સંકલ્પો શુદ્ધ થશે ત્યારે સૂક્ષ્મ પ્રાણનો પ્રવાહ ખલેલ વિના વહેવા માંડશે અને આખા શરીરને શુદ્ધ કરશે. પ્રત્યેક શુદ્ધ વિચાર હૃદયને ઉત્તેજિત કરે છે, પાનચતંત્રને સુધારે છે અને શરીરની અંદરની ગ્રંથિઓના કાર્યને ઝડપી બનાવે છે. - સંતોષ એ મનની સંવાદિતા માટેનું જ બીજું નામ છે. જયારે તમારા વિચારો એક કે બીજા પદાર્થ પર ભટક્યા કરે નહિ અને જ્યારે તમને આત્મસંતોષ થાય, ત્યારે તમને અવર્ણનીય આનંદ થશે. જ્યારે તમે અંતરમાં સુખી હો ત્યારે તમને દરેક વસ્તુ સારી અને સુખદાયક લાગશે. વિચારો એ જ તમારા આનંદનું મુખ્ય કારણ છે. તમારા વિચારો શુદ્ધ કરો અને તમારાં બધાં દુઃખો દૂર થશે. જો તમે શાંતિના વિચારો સેવશો તો આખી દુનિયા તમને શાંત ને શીતળ લાગશે, પણ જો આથી ઊલટા વિચારોને મનમાં સ્થાન આપશો તો સંસાર સળગતી ભઠ્ઠી જેવો લાગશે. કોઈ પણ સંજોગો તમને ખરાબ વિચારો સેવવા માટે ફરજ પાડતા નથી. તમારા કાલ્પનિક પ્રારબ્ધથી તમારો નાશ કરો નહિ. તેને પોતાનું ખરેખરું અસ્તિત્વ નથી. આ સંકલ્પ એ સત્ય વસ્તુનું ભાન કરાવવાને શક્તિમાન છે. સાચા યોગ્ય સંકલ્પોથી પ્રેરાઈને ડાહ્યો માણસ ઘણી ભયજનક પરિસ્થિતિમાંથી પણ બહાર નીકળવાને સમર્થ બને છે. અખંડ સત્ય સર્વત્ર પોતાની પૂરેપૂરી શક્તિથી વ્યાપક છે, માટે કોઈપણ સ્થળે જે જે વસ્તુનું ગાઢ ચિંતન કરવામાં આવ્યું ' હોય તે તે વસ્તુનો તે જ સ્થળે સાક્ષાત્કાર થાય છે. સર્વ વસ્તુઓનું મૂળ તત્ત્વ વિચાર છે. ભૌતિક્તા એ મુખ્ય વસ્તુ નથી. જેમ બરફને ગરમી આપતાં તેનું પાણી થાય છે. તેમ સત્ય દષ્ટિ અને શુભ સંકલ્પો દ્વારા મન સૂક્ષ્મ ને શુદ્ધ બને છે. સંકલ્પ એ જ ખરું કાર્ય છે. તે ખરેખર મનોગત છે, શારીરિક નહિ. મનની અંદર ઇચ્છાશક્તિનું સ્પંદન એ જ ખરું કાર્ય છે, અને શારીરિક કાર્ય એ તો માનસિક કાર્યનું માત્ર બાહ્ય સ્વરૂપ છે. તમારી શારીરિક ક્રિયાઓ એ તો તમારી વિવિધ માનસિક ક્રિયાઓનું બાહ્ય નિર્દેશન છે.

Loading...

Page Navigation
1 ... 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124