________________
૬. વિચારો અને માનસિક શાંતિ માટે યોગસાધના
શાંતિથી બેસો ને વિવેકશીલ બનો. વિચાર કરનાર મનરૂપી તત્ત્વથી અને તેના સંકલ્પોથી તમારી જાતને અલગ કરો.
તમારી જાતને સૌથી અંદરના તત્ત્વ એવા આત્મા સાથે એકરૂપ કરો અને શાંત સાક્ષી તરીકે અલગ ઊભા રહો. ધીમે ધીમે બધા સંકલ્પો પોતાની મેળે નાશ પામશે. આથી તમે પરબ્રહ્મ સાથે એકરૂપ બનશો.
મનની શાંતિ માટેની આ સાધના ચાલુ રાખો. મનોનાશ માટે ખરેખર સતત પરિશ્રમ આવશ્યક છે.
તમારે પ્રથમ વાસનાનો નાશ કરવો જોઈએ. ત્યારે જ તમે મનની શાંતિ માટેની સાધના પૂરેપૂરી ક્ષમતાથી કરી શકશો. વાસનાક્ષય કર્યા વિના મનની શાંતિ કે મનોનાશ સંભવિત નથી.
૭. યોગસાધના દ્વારા મિત્રોની પ્રાપ્તિ
"
‘મિત્રો બનાવો અને તેના દ્વારા લોકો પર અસર કરો.” આ ડેલ કાર્નેગીનો સિદ્ધાંત પ્રાચીન ભારતના અધ્યાત્મ મનોવિજ્ઞાનના ગ્રંથના માત્ર એક પાના બરાબર છે. યોગસાધના કરો અને આખી દુનિયા તમને પૂજશે. આથી અજ્ઞાત રીતે આખી દુનિયા તમારા પ્રત્યે આકર્ષાશે, દેવતાઓ પણ તમારા બોલાવ્યા હાજર થશે. અરે ! જંગલી પશુઓ અને ઘાતકી પ્રાણીઓ પણ તમારાં મિત્રો બનશે. બધાની સેવા કરો. બધાને ચાહો. સંકલ્પશક્તિ પર નિયમન મેળવી રાજયોગની સાધના દ્વારા તમારી આંતરશક્તિનો વિકાસ કરો.
યોગસાધના દ્વારા તમે આખી મનુષ્યજાતિ અને બધાં જીવતાં પ્રાણીઓને તમારા પોતાનાં કુટુંબી બનાવી શકો. યોગ દ્વારા તમે બધી મુશ્કેલીઓની પાર થઈ શકો અને બધી નિર્બળતાને દૂર કરી શકો.
યોગસાધના દ્વારા દુઃખને સુખમાં, મૃત્યુને અમરતામાં, શોકને આનંદમાં, નિષ્ફળતાને સફળતામાં અને માંદગીને સંપૂર્ણ આરોગ્યમાં પલટાવી શકાય. માટે ઉત્સાહપૂર્વક યોગસાધના કરો.
૮. વિચારશૂન્યતાની યોગદશા
સામાન્ય સાધકમાં ખરેખર આધ્યાત્મિક ભૂખ જોવામાં આવતી નથી. માત્ર કંઈક માનસિક કે યૌગિક શક્તિ મેળવવા માટે જિજ્ઞાસા હોય છે. જ્યાં સુધી
૧૦૫