________________
જે વિચારોને મનુષ્ય પોતાના મનમાં દિવસે મહત્ત્વ આપે છે તે જ વિચારો સ્વપ્ન દરમિયાન પણ રાત્રે આવવાના. જો તમારામાં આત્મશુદ્ધિ અને એકાગ્રતા હોય, તો તમારું મન ગમે તે ભાવસ્વરૂપી બની શકે. જો તમે દયાનું જ ચિંતન કરો તો તમારું આખું શરીર દયાથી તરબોળ બનશે, જો તમે શાંતિનો વિચાર કરશો તો તમારા આખા અંતરમાં શાંતિ ઊભરાશે.
મનનો આંતરિક ભાવ કે વલણ જ કર્મનો પ્રકાર નક્કી કરે છે અને તેનું ફળ આપે છે. તમે તમારી માતા, બહેન કે તમારી પત્નીને ભેટો ત્યારે કર્મ તો એક જ પ્રકારનું હોવા છતાં મનના ભાવ ભિન્ન ભિન્ન હોય છે.
માટે તમારા મનની ભાવના, વિચાર અને લાગણીઓનું સદા બારીકીથી નિરીક્ષણ કરો. તમારી ભાવના, હંમેશાં સાત્ત્વિક હોવી જોઈએ. તમારે હંમેશાં બ્રહ્મભાવના જ સેવવી જોઈએ. ધ્યાન સમયે પણ આ ભાવનાને જાળવી રાખો. તમારે શ્વાસ પ્રત્યે ધ્યાન આપવાની જરૂર નથી.
જે વિચારો તમે તમારા મનમાં ઉત્પન્ન કરો છો અને તમારા દૈનિક જીવનમાં જે મનોમૂર્તિઓ ઘડો છો તે તમારું જીવન ઘડવામાં તમને ખૂબ જ મદદગાર થશે. જો તમે સતત ભગવાન કૃષ્ણનું ચિંતન કરશો તો તમે શ્રીકૃષ્ણ સાથે એકરૂપ થશો, અને તમે તેમાં કાયમને માટે નિવાસ કરશો. ૩. ઈશ્વર સંબંધી વિચારો
તમારું મન પ્રથમ તો બધા દુનિયાદારી વિચારોથી ખાલી હોવું જોઈએ. તે ફક્ત ઈશ્વરના જ વિચારોથી ભરપૂર હોવું જોઈએ અને તે સિવાયના બીજા કોઈ વિચારને તેમાં સ્થાન મળવું જોઈએ નહિ.
તમારા મનને હમેશાં શુભ, દિવ્ય, ઉન્નત ને ભવ્ય વિચારોથી ભરપૂર રાખો. જેથી કરીને પાપી વિચારોને તેમાં સ્થાન મળી શકે નહિ. કોઈ પણ 'બિનજરૂરી શબ્દ બોલો નહિ. કોઈ પણ નકામો સંકલ્પ તમારા મનમાં પ્રવેશવા પામવો જોઈએ નહિ. ૪. રોગમુક્ત થવા માટે દિવ્ય વિચારો
સર્વ રોગોમાંથી મુક્ત થવા અને તંદુરસ્ત જીવન જીવવા માટેની શ્રેષ્ઠ દવા દિવ્ય વિચારો છે. દિવ્ય વિચારો, કીર્તન, જપ અને નિયમિત ધ્યાનથી ઉત્પન્ન થયેલા આંદોલનો શરીરના કોષો, જ્ઞાનતંતુઓ એ અણુઓને નવી વિદ્યુતશક્તિ, પ્રેરણા અને ચેતનથી ભરપૂર બનાવશે. --————————૧૦૩ —————————