________________
૧૧.
વિચારશક્તિ અને ઈશ્વરસાક્ષાત્કાર
૧. જીવન એટલે વિચારોનો આંતરખેલ
જે વિચારને તમે મનમાં વળગી રહો છો તે વિચાર તમારા જીવનમાં દષ્ટિગોચર થશે. જો તમે હિંમતબાજ, આનંદી, દયાળુ, ઉદાર અને કણાવાળા હશો તો આ ગુણો તમારા સાંસારિક જીવનમાં દેખાશે. હલકા વિચાર અને વાસના એ જ મનની અશુદ્ધિ છે.
જે રીતે સાવધાન મંત્રી ખજાનાની રક્ષા કરે છે તેવી જ રીતે તમામ શુભ સંકલ્પોને જાળવી રાખો. જ્યારે “અહ” સંબંધી બધા સંકલ્પો લય થશે ત્યારે બીજો કોઈ સંકલ્પ મનમાં રહેશે નહિ. *
જીવન એ વિચારોનો જ આંતરખેલ છે. જયારે મને પોતાનું કાર્ય કરતું અટકી જાય છે, ત્યારે દ્વૈતભાવ નાશ પામે છે. વિચાર કાળતત્ત્વ દ્વારા નિયંત્રિત છે. આ સંકલ્પો અટકાવવા જ જોઈએ. ત્યારે જ તમે કાળની પેલી પાર થઈ શકશો. માટે શાંત બનો.
સંકલ્પનાં બધાં મોજાને શાંત થવા દો. તે શાંતિમાં જ્યારે મન ગળી જાય ત્યારે સ્વયંપ્રકાશી શુદ્ધ ચિન્મય આત્મા પ્રકાશે છે. મનનું નિરીક્ષણ કરો. તમારા હૃદયને ઈશ્વરને રહેવા યોગ્ય ધામ બનાવો. ૨. વિચારો દ્વારા થતો આધ્યાત્મિક અનુભવ
પીગાળેલું સોનું જે કુલડીમાં નાખવામાં આવે તે કુલડીનું સ્વરૂપ ધારણ કરે છે. તેવી જ રીતે, મન જે વસ્તુનું ચિંતન કરે છે તે વસ્તુરૂપ બને છે.
જો તે ભગવાન કૃષ્ણનું ધ્યાન ધરે તો તે શ્રીકૃષ્ણરૂપ બની જાય છે. તમારે તમારા મનને યોગ્ય કવાયત આપવી જોઈએ અને તેને પચાવવા માટે સાત્ત્વિક આહાર આપવો જોઈએ. માટે હંમેશાં સાત્ત્વિક વિચાર કે કલ્પનારૂપી પ્રશ્ચાદભૂમિકા ઊભી કરો.