________________
જેમ વસંત ઋતુમાં વૃક્ષની શોભા ખૂબ વધી જાય છે, તેવી જ રીતે તમારું બળ, તમારી બુદ્ધિ અને તમારું તેજ તમારા શુદ્ધ ને શુભ વિચારના પ્રમાણમાં વધતાં જશે. સામાન્ય લોકોના સંકલ્પ કરતાં જ્ઞાનીના સંકલ્પો તદ્દન જુદા જ પ્રકારના હોય છે. સંસાર પ્રત્યેના જેટલા તમારા સંકલ્પો ઉદાસીન તેટલા જ પ્રમાણમાં તમે સંસારથી મુક્ત થવાના.
જેમ જેમ તમારા મનમાંથી શુદ્ધ વિચારો નીકળવા માંડશે, તેમ તેમ ઈશ્વરી સનાતન નિયમ તમને મદદ કરવા માંડશે. તમે તમારા પોતાના સંકલ્પોને જાણો છો. તમને જે જે અનુભવ થયા છે તે પણ તમે જાણો છો. તમારામાંના દરેકમાં સંસારના અનુભવનું વ્યક્તિગત જુદું જુદું સ્વરૂપ ઉત્પન્ન થયું હોય છે, કેમ કે તમારું મન મર્યાદિત છે અને તે પરિવર્તનશીલ સ્વભાવ અને પરિસ્થિતિને વશ છે. ૪. કેટલાંક સંકલ્પ-બીજ
આધ્યાત્મિક જ્ઞાન એ ખરું જ્ઞાન છે. તેનાથી પોતાના ખરા સ્વરૂપનું ભાન થાય છે. જ્ઞાન એટલે સત્ય સમજણ અથવા ખરું મૂલ્યાંકન, ડહાપણ, અને પોતાના તેમજ બીજાના તત્ત્વનું સંપૂર્ણ દર્શન. સાચા સંકલ્પ દ્વારા સાચું કાર્ય અને સાચું જીવન પરિણમે છે.
સૌંદર્ય એ તત્ત્વતઃ આધ્યાત્મિક છે. ખરું સૌંદર્ય પોતાના હૃદયમાં રહેલું છે, ચારિત્ર્યમાં રહેલું છે, આત્મશુદ્ધિમાં રહેલું છે. સૌંદર્ય સદ્ગણોમાં પ્રકાશે છે. પ્રેમ એ આખા વિશ્વ સાથે શુદ્ધ અંતર્ગત એકતાની ભાવના છે. પ્રેમ એટલે સ્વાર્થત્યાગ અને સ્વાર્પણ.
પ્રેમ એ હૃદયની પવિત્રતા છે. પ્રેમ એટલે અબાધિત શુભેચ્છા, દયા, કરુણા અને ઉદારતા. પ્રેમ એટલે વિષયભોગનો ત્યાગ.
શરીર એ સર્વસ્વ નથી. શરીરમાં રહેનારી એવી કોઈ વસ્તુ છે જે ખૂબ ઉપયોગી છે અને તે મનુષ્યનો આત્મા છે. જો કે તે બ્રહ્મ સાથે એકરૂપ છે, છતાં જીવના વ્યક્તિગત કર્મથી તેનું સ્વરૂપ અલગ પડી ગયું છે. શરીર ચાલ્યું જાય છે, પણ આત્માનું અલગ અસ્તિત્વ દેખાય છે. જો પોતાના કર્મના ફળરૂપે બીજું શરીર ધારણ કરવાનું ન હોય તો તેને પોતાના મૂળ આધારરૂપ બ્રહ્મમાં લીન થવા માટે પાછું ફરવું પડે. - દરેક વસ્તુનો લય થાય છે. જ્યારે જીવ શરીરને છોડી દે છે ત્યારે તેના કર્મ સિવાય બીજું કંઈ તેની સાથે જતું નથી. માટે જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી મનુષ્ય બીજાઓની સાથે સુખશાંતિથી પ્રેમ ને સહકારની ભાવના