________________
તમારા વિચારોને લીધે જ તમે મોહમાં અટવાઓ છો; જન્મ-મૃત્યુનાં દુઃખ અનુભવો છો; સંસારના બંધનમાં બંધાઓ છો અને તેમાંથી મુક્ત થાઓ છો.
સ્વર્ગ કે નરકમાં, તમારા સુખ કે દુઃખની સ્થિતિ માટે તમારા સંકલ્પો જ જવાબદાર છે. વહેલા કે મોડા, આ જીવનમાં કે બીજા જીવનમાં તમારા બધાં સંકલ્પો સિદ્ધ થવાના જ. માટે હંમેશાં વિવેકપૂર્ણ રીતે સારા સંકલ્પો જ સેવો.
તમારી અત્યારની સ્થિતિ તમારા પોતાના સંકલ્પો દ્વારા ઇશ્કેલી છે. તમારા પોતાના જ સંકલ્પોથી હવે તે સ્થિતિને બદલાવી શકો છો. જો તમે તમારી જાતને પરબ્રહ્મથી અલગ માનતા હો તો તમે અલગ છો. તમે પોતાને બ્રહ્મરૂપ માનતા હો તો તમે બ્રહ્મ જ છો. તમે તમારા વિચારોથી જ તમારી જાતને મર્યાદિત બનાવો છો.
અવકાશનું પ્રમાણ અને કાળની મુદત તમારા વિચારો અને લાગણીઓના સાપેક્ષમાં હોય છે. આપણી વિચારશક્તિ ખરેખર સબળ હોવા છતાં આપણે તેના પ્રત્યે ખૂબજ બેદરકાર છીએ. ૩. વિચારશક્તિ અને વહેવારિક આદર્શ (૩)
તમારું ભાગ્ય તમારા સંકલ્પોથી જ નિર્માણ થાય છે. જેટલી શક્તિ તમારી અંદર ધારો છો તેટલી જ તમને પ્રાપ્ત થાય છે. જેવા તમે સંકલ્પ ક્ય હોય છે તેવી જ તમારી આજુબાજુની સૃષ્ટિ બની હોય છે.
તમે શક્તિ અને આનંદના અગાધ મહાસાગરમાં રહો છો, પણ તેમાંથી તમે તમારી શ્રદ્ધા, કલ્પના અને સંકલ્પ અનુસાર જ ગ્રહણ કરી શકો છો. તમારા મનના વલણ અનુસાર તમે અમુક વિચારો સેવો છો, અને મનને છૂટો દોર આપો છો. પણ વિવેક દ્વારા તમે મનની કલ્પનાશીલ તરંગને સહેલાઈથી કાબૂમાં રાખી શકો છો.
તમારા સંકલ્પોની મર્યાદા એ જ તમારી શક્યતાઓની મર્યાદા છે. 'તમારા સંજોગો અને પરિસ્થિતિ એ તમારા સંકલ્પોનું જ ઘનીભૂત સ્વરૂપ છે. તમારા પોતાના જ વિચારો પ્રમાણે સૃષ્ટિનો અનુભવ સારો કે નરસો થયા કરે છે. જે સંકલ્પો તમે સેવો છો તે દરેક છેવટે સિદ્ધ થવાના જ.
જે જે બાબતમાં શુદ્ધ મનવાળો માણસ તીવ્ર ઇચ્છા કરે છે, તે જલદી ફળીભૂત થાય છે. જેટલી સંકલ્પની તીવ્રતા તેટલી તેની સિદ્ધ થવાની ઝડપ.
જ્યારે વિચારોનું વારંવાર પુનરાવર્તન થાય છે ત્યારે તેને અનુરૂપ રૂપ ધારણ થાય છે. એક જ સંકલ્પનું ચિંતન, સેવન કે કલ્પના તે સંકલ્પની સિદ્ધિ તરફ ખૂબ જલદીથી દોરી જાય છે.