Book Title: Vichar Shakti
Author(s): Shivanand Swam
Publisher: Swami Shivanand Gyanyagna Nidhi

View full book text
Previous | Next

Page 99
________________ જ્યારે કોઈ પણ વિચાર મનમાં ઉત્પન્ન થાય ત્યારે પ્રશ્ન પૂછો, “આ વિચાર શા માટે ઉત્પન્ન થયો ? તે કોના સંબંધી છે ? હું કોણ છું ?'' આમ, અંદર અન્વેષણ કરતાં તેની મેળે બધા વિચારો નાશ પામશે, મનની બધી વૃત્તિઓ શમી જશે અને મન અંતર્મુખી બની આત્મામાં શાંત થશે. આ વેદાંતી સાધનામાં તમારે સતત લાગ્યા રહેવું પડશે. જ્યારે ફાલતુ સંકલ્પ મગજમાં ઉત્પન્ન થાય ત્યારે ‘‘હું કોણ છું ?” આ વિચાર બધા દુન્યવી સંકલ્પોને હાંકી કાઢશે ને તે વિચારો પોતાની મેળે જ નાશ પામશે. અહંભાવ નાશ પામતાં શેષ કૈવલ અસ્તિ ચિન્માત્રકેવલ શુદ્ધ ચૈતન્ય-ચિદાકાશમાત્ર રહેશે, જે નામરૂપ રહિત, વહેવાર રહિત, મલવાસના રહિત, નિષ્ક્રિય, નિરવયવ તત્ત્વ છે, તેને માંડૂક્ય ઉપનિષદ શાંત-શિવ-અદ્વૈત તરીકે ઓળખાવે છે. તે આત્મા છે અને તેને જ જાણવાનો છે.’’ 040650 ૮૯

Loading...

Page Navigation
1 ... 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124