________________
૧0.
વિચારશક્તિનું તત્ત્વજ્ઞાન
૧. વિચારશક્તિ અને વહેવારિક આદર્શવાદ - (૧)
મનુષ્ય જીવનચક્રમાં ખરાબમાંથી વધારે ખરાબ સ્થિતિમાં જતો જાય છે; કારણ કે પ્રાપ્ત કર્તવ્ય તે પોતાની પૂરેપૂરી શક્તિથી બજાવતો નથી. આથી તેને જ્ઞાનપૂર્વક કર્તવ્યનો સર્વોત્તમ બદલો મળતો નથી. મનુષ્ય અપૂર્ણતાથી મર્યાદિત છે. તેનું મન હમેશાં અસંતોષથી ઘેરાયેલું રહે છે, કેમકે તેના જીવનનો પ્રવાહ યોગ્ય દિશામાં યોગ્ય ગતિથી વહેતો નથી. અહંતા મમતાને વશ થઈ તે હંમેશાં સામી વ્યક્તિ પર દોષનો ટોપલો ઢોળવા તૈયાર થાય છે. દશ્ય જગતના પદાર્થોની મધલાળથી તેને તૃપ્તિ ન થતાં તેનું મન સતત વ્યગ્ર રહ્યા કરે છે. છતાં મનુષ્ય પોતાની વ્યક્તિગત સ્વાર્થની ભાવનાને ખડક જેવી અડગ બનાવી તેના પર પોતાના જીવનની ઈમારત ખડકતો જાય છે. સ્વાર્થી કામનાઓને વશ થવાને લીધે જ તેનું જીવન બીજા સાથે યોગ્ય પ્રેમમય સંબધો જાળવી શકતું નથી. તે દરેક સંજોગોમાં પોતાની અંગત સુખસગવડનો જ વિચાર કરે છે.
સત્યની વેદી માનસિક દ્વેષ, કઠોરતા, સ્વાર્થ, અહતા અને એકપક્ષી વલણનું બલિદાન માગે છે. માટે તે મનુષ્ય ! તારા મનને એવા સત્યને માર્ગે જવાની કેળવણી આપે કે જેથી તે પક્ષપાત ને સ્વાર્થ માટેનો રખડપાટ છોડી દઈ સત્યમાં જ સ્થિર થઈને રહે. મનુષ્યના દૈનિક કાર્યોમાં હંમેશાં થોડેઘણે અંશે ભૂલ રહેવાની જ. આથી જ તેનું જીવન વિકૃત ને બેડોળ થઈ જાય છે. મનુષ્યો પોતાના ખરાબ ને ખોટા વિચારથી જ એકબીજાને અળખામણા થઈ પડે છે. દ્વેષ ને ઘણારૂપી કુભાવના તેમના હૃદયને પીડી રહી હોય છે. મનુષ્ય એકબીજા સાથે અનેક પ્રકારનાં બંધનોથી બંધાયેલો હોય છે, જેમ કે કુળ, અહંભાવ, ભય, આશા, લોભ, વિષયલાલસા, દ્વેષ,