Book Title: Vichar Shakti
Author(s): Shivanand Swam
Publisher: Swami Shivanand Gyanyagna Nidhi

Previous | Next

Page 43
________________ ૧૦. આંતર માનસશાસ્ત્ર અને આંતરવિચારો જેવી રીતે પવિત્ર ગંગા નદી હિમાલયમાં ગંગોત્રીથી નીકળી વગર અટક્ય સતત ગંગાસાગર તરફ દોડી રહી છે, તેવી જ રીતે મનની ભીતર ઊંડાણમાં સુષુપ્ત સૂક્ષ્મ વાસનાઓ સંસ્કારરૂપે પડેલી છે તેમાંથી જાગૃત તેમજ સુષુપ્ત સ્થિતિમાં વિચારપ્રવાહો સતત ઉત્પન્ન થઈ બાહ્ય વસ્તુઓ તરફ દોડ્યા કરે છે. રેલ્વે એન્જિન જેવી નિર્જીવ વસ્તુને પણ તેનાં પૈડાં ગરમ થઈ જાય ત્યારે તેને આરામ માટે છાપરા નીચે લઈ જઈ આરામ આપવામાં આવે છે; પણ મનરૂપી અદ્ભુત યંત્ર એક ક્ષણનો આરામ લીધા વિના વિચાર કર્યો જ રાખે છે. વિચારવિનિમય, વિચારવાંચન, હિપ્રોટિઝમ, મેમેરીઝમ અને સૂચન દ્વારા રોગનિવારણ સ્પષ્ટ રીતે મનનું અસ્તિત્વ સિદ્ધ કરે છે અને બતાવે છે કે, આંતરમન બાહ્ય મનને કાબૂમાં રાખી શકે છે તેમ જ તેના પર અસર કરી શકે છે. હિપ્રોટિઝમથી સુષુપ્ત દશામાં આવી પડેલા માણસ દ્વારા કરવામાં આવતા લખાણ વગેરે પરથી આપણે સ્પષ્ટ રીતે જાણી શકીએ છીએ કે આંતરમન જરા પણ આરામ લીધા વિના ચોવીસે કલાક કામ કર્યા કરે છે. આધ્યાત્મિક સાધના દ્વારા અર્ધજાગ્રત વિચારો અને મનને બદલાવી નાખી નવી જ વ્યક્તિ બનો. ૧૧. તીવ્ર આધ્યાત્મિક વિચારોમાં રહેલી શક્તિ | વિચાર એ જ જીવન છે. જેવા વિચાર તેવું વર્તન, તમારા વિચાર તમારી પરિસ્થિતિને ઘડે છે. તમારા વિચાર પર જ તમારો સંસાર ઘડાય છે. જો તમે તંદુરસ્તીના વિચાર સેવા તો જરૂર તમે તંદુરસ્ત બનશો. ઊલટું, તમારા મનમાં રોગના જ વિચારો આવતા હોય, તેમજ તમારા કોષપેશીઓ, જ્ઞાનતંતુઓ, , હૃદય, મગજ, ફેફસાં, વગેરે નબળાં ને રોગિષ્ઠ છે એવો ભય પેસી ગયો તો તમે કદી સારું આરોગ્ય, સૌંદર્ય અને સંવાદિતાને પ્રાપ્ત કરી શકશો નહિ. હંમેશા યાદ રાખો કે શરીર એ મનનું કાર્ય છે, એટલું જ નહિ તે મનના કાબૂ નીચે કાર્ય કરે છે. જો તમારા વિચારો તેજસ્વી ને શક્તિશાળી હશે તો તમારું શરીર પણ મજબૂત ને જોમવાળું બનશે. પ્રેમ, શાંતિ, સંતોષ, પવિત્રતા, સંપૂર્ણતા, દિવ્યતા, વગેરેના વિચાર તમને તેમ જ તમારી આજુબાજુનાં બધાને સંપૂર્ણ ને દિવ્ય બનાવશે. માટે હંમેશાં દિવ્ય વિચારો કેળવો ને સેવો. – જીજી

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124