Book Title: Vichar Shakti
Author(s): Shivanand Swam
Publisher: Swami Shivanand Gyanyagna Nidhi

Previous | Next

Page 32
________________ ૧૨. ઉન્નત વિચારોમાં કામ કરતા નિયમો જેવા વિચાર તેવું જ જીવન. જેવા વિચાર તેવું વર્તન. માટે તમારા વિચારને જ શુદ્ધ કરો. વિચારથી જીવન પણ સુંદર જ બનવાનું. ફક્ત દુનિયાની વસ્તુઓનું જ ચિંતન કર્યા કરવું એ દુઃખરૂપ છે. આવા વિચારથી જ બંધન પ્રાપ્ત થાય છે. શુદ્ધ વિચારની શક્તિ વીજળીની શક્તિ કરતાં પણ અનેક ગણી વધારે છે. ઇન્દ્રિયોના વિષયમાં આસક્ત થયેલું મન બંધનમાં નાખે છે, પરંતુ જે મન આવી રીતે આસક્ત થતું નથી તે મુક્તિ માર્ગે લઈ જાય છે. મન એ. મોટો ડાકુ છે. ડાકુનો વધ થાય તો જ મનુષ્ય કાયમને માટે સુખી ને મુક્ત થઈ શકે. માટે તમારા મનને જીતવા રૂપી મહાન કાર્યમાં તમારું બધું બળ વાપરો. આ જ ખરેખરો પુરુષાર્થ છે. સ્વાર્થત્યાગ એ મનની શુદ્ધિ માટે શ્રેષ્ઠ ઉપાય છે. વિચારોને શુદ્ધ કરો એટલે તે શાંત થઈ જશે. મન શાંત થયા વિના જ્ઞાનને ઢાંકી દેનારા અજ્ઞાનના થર દૂર થઈ શકશે નહિ. અન્નના સૂક્ષ્મતમ અંશમાંથી મન બને છે. જેવું અન્ન તેવું મન. અન્નના સૂક્ષ્મ અણુઓનું મનમાં રૂપાંતર થાય છે. અન્ન એટલે જે માત્ર મો દ્વારા ખાઈએ છીએ તે જ નહિ, પણ બધી ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ કરેલ વસ્તુઓ સમજવી. દરેક સ્થળે ઈશ્વરને જોતા શીખો. આંખને માટે આ જ શ્રેષ્ઠ ખોરાક છે. મનની શુદ્ધિનો આધાર અન્નની શુદ્ધિ પર છે. જ્યારે તમારા મનમાં ઉન્નત વિચારો હોય ત્યારે જ તમે વધારે સારી રીતે જોવાનું, સાંભળવાનું, ખાવાનું વગેરે કાર્ય કરી શકો. કોઈ પણ વસ્તુને લીલા કાચમાંથી જોશો તો તે લીલી દેખાશે. તેવી જ રીતે મનરૂપી કાચમાં ઇચ્છારૂપી વિવિધ રંગથી વસ્તુઓ રંગાયેલી ભાસે છે. પણ બધી માનસિક સ્થિતિઓ ક્ષણિક છે. તેઓ માત્ર દુઃખ ને દિલગીરી જ ઉત્પન્ન કરે છે. હંમેશાં મનની સ્વતંત્રતા કેળવો. કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહના ગુલામ બનો નહિ. કારણ કે બુદ્ધિ બુઠ્ઠી થઈ જશે અને વિચારશક્તિ મંદ પડી જશે. અજર-અમર આત્માનું જ હમેશાં ચિંતન કરો. આ જ સત્ય વસ્તુનું આરોગ્યદાયક ચિંતન છે. વિચારોની શુદ્ધિ થયા બાદ જ આત્માનો પ્રકાશ

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124