Book Title: Vichar Shakti Author(s): Shivanand Swam Publisher: Swami Shivanand Gyanyagna NidhiPage 24
________________ બીજાની માલિમલકત પડાવી લેવાની લાલસા ભલે અત્યારે ક્રિયામાં સિદ્ધ ન થઈ શકી હોય છતાં કાળ જતાં પછીના વખતમાં આવી ઈચ્છા સેવનારને જરૂર ચોર બનાવે છે. વળી હૃદયની ભીતરમાં સેવાતી તિરસ્કાર ને વેરઝેરની લાગણીઓરૂપી બીજમાંથી આગળ જતાં ખૂની ઉત્પન્ન થાય છે. તેવી જ રીતે નિઃસ્વાર્થ પ્રેમની ભાવના વિશ્વપ્રેમી સંતને ઉત્પન્ન કરે છે. દયાની પ્રત્યેક લાગણી અને વિચાર પ્રકૃતિને એટલી કોમળ ને દયાથી ભરપૂર બનાવે છે કે જેથી મનુષ્ય જગતનાં બધાં જ પ્રાણીઓનો અહેતુક મિત્ર બને છે. વસિષ્ઠ ઋષિ રામચંદ્ર ભગવાનને પુરુષાર્થ દ્વારા પોતાની આત્મશક્તિનો ઉપયોગ કરવાનું કહે છે. નિરાશાવાદને આધીન થાઓ નહિ, તેનું પરિણામ પ્રમાદ ને આળસ જ આવશે. વિચારની મહાન શક્તિને પિછાનો, ને પુરુષાર્થ કરો. યોગ્ય સુચિંતનથી તમારે માટે ભવ્ય પ્રારબ્ધ ઘડો. ગયા જન્મમાં કરેલો પુરુષાર્થ એ જ પ્રારબ્ધ. કર્મરૂપી બીજ જે આપણે વાવીએ છીએ તેમાંથી ટેવરૂપી પાક લણીએ છીએ અને ટેવરૂપી બીજ વાવતાં તેમાંથી ચારિત્ર્યરૂપી ફળ મળે છે. ચારિત્ર્ય વાવતાં તેમાંથી પ્રારબ્ધનો ખજાનો ઉત્પન્ન થશે. મનુષ્ય પોતાનો ભાગ્યવિધાતા છે. તમે તમારી વિચારશક્તિથી તમારું પ્રારબ્ધ ઘડી શકો છો. બધી ભાવનાઓ ને શક્તિઓ તમારામાં સુષુપ્ત રહેલ છે. તેને જાગ્રત કરી સ્વતંત્ર ને મહાન બનો. ૨. ચહેરા પર પડતી વિચારોની છાપ તમારો ચહેરો ગ્રામોફોન રેકર્ડ જેવો છે. જે જે વિચાર કરો તેની છાપ એકદમ તમારા ચહેરા ઉપર પડી જ જશે. પ્રત્યેક કુવિચાર ટાંકણા કે સોયની માફક પોતાની અસર તમારા ચહેરા ઉપર અંકિત કરવાનો જ. તિરસ્કાર, ક્રોધ, કામવાસના, ઇર્ષા, વેરઝેર વગેરે અંદરના વિચારની છાપ ચહેરા પર નાનીમોટી રેખાઓ ને ખાંચા ખૂણારૂપે પડી રહેશે. ચહેરા પરના આ બાહ્ય ચિહ્ન પરથી આંતરિક મનની સ્થિતિ તરત વાંચી શકાય, અને મનને કયા પ્રકારનો રોગ છે તે પણ જાણી શકાય. જો કોઈ એમ માનતો હોય કે હું મારા વિચાર ગુપ્ત રાખી શકું છું તો ૧૪Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124