Book Title: Vichar Shakti Author(s): Shivanand Swam Publisher: Swami Shivanand Gyanyagna NidhiPage 27
________________ આંચકો લાગે છે અને તેમાં નિરાશા છવાઈ જાય છે. અન્નમાર્ગમાંના પિત્તરસ તેમ જ બીજા પાચક રસોનો સ્રાવ ઓછો થઈ જાય છે ને શરીરની શક્તિ ઓછી થઈ અકાળે વૃદ્ધત્વ આવી જીવન ટૂંકું થાય છે. જ્યારે ગુસ્સો આવે ત્યારે મન ક્ષુબ્ધ થાય છે. તેવી જ રીતે, જ્યારે મન ક્ષુબ્ધ થાય ત્યારે શરીરને પણ તેનો ધક્કો લાગે છે. આખું જ્ઞાનતંત્ર ધ્રુજી જતાં શરીર નિર્બળ બને છે માટે પ્રેમથી ગુસ્સાને જીતો. ક્રોધ એવી પ્રચંડ શક્તિ છે કે જેને વહેવારિક દુન્યવી બુદ્ધિથી કાબૂમાં રાખી શકાય નહિ પણ સાત્ત્વિક બુદ્ધિથી ઉત્પન્ન થતા વિવેકવિચારથી જ કાબૂમાં રાખી શકાય. ૭. વિચારમાં રહેલી સર્જનશક્તિઓ વિચાર જ સૃષ્ટિનું સર્જન કરે છે. વિચાર વસ્તુઓને ઉત્પન્ન કરે છે. વિચાર જ ઇચ્છાઓ ને વાસનાની લ્હાય પ્રગટાવે છે. આથી ઇચ્છા ને વાસનાનો લય કરનારા વિરોધી વિચારો વાસનાની તૃપ્તિના વિચારોનો નાશ ક૨શે. આથી જ્યારે જ્યારે વિષય-વિચારો મનમાં ઘૂસી જાય ત્યારે ત્યારે તેના વિરોધી વિચારો, તેની ઇચ્છાઓ અને વાસનાનો લય કરવામાં સહાયભૂત થશે. અમુક મનુષ્યને તમારા મિત્ર તરીકે માનવા માંડો અને ખરેખર તે તમારો મિત્ર બનશે. તેને તમારો દુશ્મન ગણવા માંડો, ત્યારે મન પણ એ વિચારને સ્વીકારી તેમાંથી વસ્તુતઃ દુશ્મન ઉત્પન્ન કરશે. મનની કાર્યસરણી જે જાણે છે અને તેના પર કાબૂ રાખી શકે તે જ ખરેખર સુખી છે. ૮. સમાન વિચારોનું પરસ્પર આકર્ષણ વિચારસૃષ્ટિમાં પણ ‘સમાન સમાનને આકર્ષે છે’નો મહાન નિયમ પ્રવર્તે છે, એક જ જાતના વિચારવાળા લોકો જરૂર એક બીજા પ્રત્યે ખેંચાવાના. માટે જ ‘એક જાતનાં પીંછાંવાળાં પક્ષીઓ સાથે ભળે છે,” ‘મનુષ્યને તેની સોબત પરથી પારખી શકાય' વગેરે કહેવતો પ્રચલિત થઈ છે. એક ડૉક્ટરને બીજા ડૉક્ટર પ્રત્યે અને એક કવિને બીજા કવિ પ્રત્યે સ્વાભાવિક રીતે જ આકર્ષણ હોય છે. એક સંગીતકાર બીજા સંગીતકારને ચાહે છે. એક તત્ત્વવેત્તાને બીજો તત્ત્વવેત્તા ગમશે, ત્યારે એક રખડુને બીજા રખડુની સોબતમાં આનંદ આવે છે. આમ, મનની અંદર સમાન તત્ત્વોને આકર્ષવાની શક્તિ રહેલી છે. ૧૭Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124