________________
आणानिद्देसकरे गुरूणमुववायकारए । इंगियागारसंपन्ने से विणीए त्ति वुच्चई ॥१-२॥
હોય તો ઉપાયની ઇચ્છા જાગે. ઉપાયની ઇચ્છા ન થતી હોય તો ફળની ઇચ્છા નથી એમ સમજી લેવું. સંસારનાં પાત્રોમાં વિચિત્ર સ્વભાવનો અનુભવ થયા પછી પણ આ તો “વાસણ હોય તો ખખડે' એમ કહીને બેસી રહેવાની તૈયારી છે ને ? નમિરાજર્ષિને માથાની વેદનામાં કંકણનો અવાજ ન ખમાયો તો એકત્વભાવનામાં આરૂઢ થયા. એ વખતે ‘વાસણ હોય તો ખખડે' એવો વિચાર કર્યો હોત તો દીક્ષા પામી ન શકત. તમારે પણ સંસારમાંથી નીકળવું હોય તો નભાવવાની વૃત્તિ કાઢવી પડશે. સુખની લાલચ જ આ નભાવવાનું શીખવે છે.
આ રીતે વિનય અને વિનીતના અભેદને જણાવ્યા બાદ સૌથી પહેલો વિનય જણાવ્યો છે કે ગુરુની આજ્ઞા મળ્યા પછી એ આજ્ઞાનો સ્વીકાર તરત જ કરવાનો પછી આજ્ઞા મુજબની પ્રવૃત્તિ કરવાની. શ્રી કલ્પસૂત્રમાં પણ આવો વિનય બતાવેલો છે. સિદ્ધાર્થરાજા જયારે કૌટુંબિક પુરુષોને આદેશ કરે છે ત્યારે તેઓ “આપનું વચન પ્રમાણ છે' - એમ કહેવા દ્વારા સિદ્ધાર્થરાજાની આજ્ઞાનું પાલન કરે છે. આજ્ઞાના નિર્દેશને કરનાર વિનીત કહેવાય છે – એમ કહ્યા બાદ જણાવે છે કે જે ગુરુનો ઉપપાદકારક હોય અથ૬ ગુરુની પાસે બેસનારો હોય તે વિનીત છે. ‘ગુરુ આજ્ઞા કરશે” – એમ સમજીને આજ્ઞાના આકાંક્ષી બની જે ગુરુ પાસે બેસે તે વિનીત છે. પાસે બેઠા હોઇશું તો કંઇક કામ ભળાવશે - એમ સમજીને ગુરુથી આઘા ફરનારા અવિનીત છે. ગુરુની પાસે બેઠા હોઇએ તો ગુરુની આજ્ઞા-સેવા કરવાનો લાભ મળે, સાથે આપણા પ્રમાદાદિ દોષો દૂર થાય. ગુરુ સામે બેઠા હોય તો શિષ્ય પ્રમાદ કરી ન શકે. શિષ્ય ગમે તેટલો પ્રભાવક હોય તોપણ ગુરુ તેની ભૂલ બતાવ્યા વિના ન રહે. સ્થૂલભદ્રમહારાજ તો દશપૂર્વધર હતા છતાં તેમની ભૂલ ભદ્રબાહુસ્વામીજીએ બતાવી ને ? અને શાસ્ત્રકારોએ પાછું તે પ્રસંગને દબાવવાના બદલે શારાના પાને ચઢાવ્યો : આનું કારણ એક જ હતું કે આપણા જેવા આવી કોઈ ભૂલ કરી ન બેસે. આ રીતે આજ્ઞાને તહત્તિ કહીને સ્વીકારનારો અને ગુરુની પાસેના સ્થાનમાં રહેનારો હોય તે શિષ્ય વિનીત કહેવાય છે. ૧૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
સાધુના આચાર તરીકે સૌથી પહેલાં વિનયને જણાવ્યો છે. તે પણ વિનીતના સ્વરૂપને જણાવવા દ્વારા જણાવ્યો છે. જે ગુરુની આજ્ઞાનો સ્વીકાર કરનારો હોય, ગુરુની પાસે રહેનારો હોય અને ગુરુના ઇંગિતઆકારને જાણનારો હોય, ગુરુને શું જોઈએ છે, તેમને શું કરવું છે એ તેમના મુખની-શરીરની ચેષ્ટા ઉપરથી સમજાય એવો નિપુણ શિષ્ય જ વિનીત બની શકે. આ રીતે વિનીતને જણાવ્યા પછી અવિનીત કેવો હોય છે – એ પણ પ્રસંગથી જણાવે છે. જેને સાધુપણું પામવું છે, વિનીત બનવું છે તેને પહેલાં અવિનીતના સંગથી દૂર કરવો જોઇએ. આથી અવિનીતનું સ્વરૂપ વર્ણવ્યું છે. સારા બન્યા પછી આપણે ખરાબ ન બની જઇએ તેની ચિંતા મહાપુરુષોને કાયમ માટે હોય છે. આપણે ખરાબ બનવું નથી અને ખરાબનો પરિચય કરવો નથી, તેથી ખરાબ કેવું હોય છે તે પણ જણાવવું જરૂરી છે માટે અવિનીતનું સ્વરૂપ જણાવ્યું છે. ન્યાયની પરિભાષામાં ઇતરભિશત્વેન જ્ઞાન કરાવવામાં આવે તો વસ્તુનું જ્ઞાન સ્પષ્ટપણે થાય છે. સારા માણસમાં કયાં લક્ષણ હોય એ જણાવ્યા પછી સારા માણસમાં કયાં લક્ષણો નથી હોતાં – તે પણ જણાવવામાં આવે તો સારા માણસનું જ્ઞાન સ્પષ્ટપણે થઇ શકે છે. અવિનીતની નિંદા કે ટીકા કરવા માટે અવિનીતનું નિરૂપણ નથી. સારી વસ્તુ ખરાબના સંગે બગડે નહિ - તે માટે ખરાબથી દૂર રહેવું જરૂરી છે. જે કર્માધીન જીવો હોય તેની ટીકા શાસ્ત્રકારો શા માટે કરે ? અવિનીતની નિંદા નથી કરવી, તિરસ્કાર નથી કરવો, પરંતુ તેનો ચેપ, તેના સંસ્કાર અડી ન જાય તેની કાળજી તો રાખવી પડે ને ? આ જ આશયથી સાધુઓને ગૃહસ્થનો પરિચય કરવાની ના પાડી છે. કારણ કે વિરતિધર જો અવિરતિધરના પરિચયમાં રહે તો તેના અવિરતિના સંસ્કાર આપણામાં આવ્યા વિના ન રહે. તે જ રીતે આપણામાં અવિનયના સંસ્કાર ન પડે તે માટે અવિનીતથી દૂર રહેવું છે. આ અવિનીતનું સ્વરૂપ ત્રણ-ચાર ગાથાથી જણાવ્યું છે.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર