________________
તેમને કાઉસ્સગ્ન કરતાં વાર લાગે છે. બાકી પોતે એકલા ઇરિયાવહી કરે તો કાઉસ્સગ્ન જલદી આવી જાય અને સમુદાયમાં ક્રિયા કરતી વખતે વાર લાગતી હોય તો માનવું પડે ને કે કંઇક પોલ છે ? સભામાં પોતે ક્રિયાની રુચિવાળા છે એવી છાપ ઊભી કરવી હોય તોપણ કાઉસ્સગ્નમાં વાર લાગે - એવું બને ને ? આ બધું સૂક્ષ્મતાથી વિચારવાની જરૂર છે.
| ‘આવા સાધુના વિનય સ્વરૂપ આચારને હું પ્રગટ કરું છું – તે તમે સાંભળો’ આ પ્રમાણે શ્રોતાને સન્મુખ કરીને પછી જ તેને વાચના આપવી એ જણાવવા માટે મુળદ પ્રયોગ કર્યો છે. જયાં સુધી શ્રોતા સન્મુખ ન થાય ત્યાં સુધી બોલવું નહિ. કારણ કે જિજ્ઞાસા અને શુશ્રુષા પેદા થયા પછી જિનવાણીનું શ્રવણ કરાવવામાં આવે તો તે ધાર્યું ફળ લાવી આપે. એક વાર ગુણનું અર્થીપણું જાગે અને ગુણ સાથે તાદામ્ય કેળવાય તો સાધુપણા ઉપર નજર જશે. હવે વિનયના આચારને જણાવવા માટે સૌથી પહેલો વિનય જણાવે છે કે સાધુ, ગુરુની આજ્ઞાના નિર્દેશન કરનારો હોય છે. અહીં “આજ્ઞાને કરનારો' ન કહેતાં ‘આજ્ઞાના નિર્દેશને કરનારો’ કહ્યું છે તેમાં પણ રહસ્ય છે. આચાર્યભગવંતનાં દરેક પદો વિશિષ્ટ અર્થને જણાવનારાં હોય છે. આજ્ઞાને કરનારો એટલે ગુરુએ કહ્યું કે ‘ાઓ’ તો ચાલવા માંડે અને આજ્ઞાના નિર્દેશન કરનારો હોય તો તે ‘જાઓ’ આજ્ઞા મળ્યા પછી ‘હાજી ભગવન્! જઉં છું’ એ પ્રમાણે મસ્તક નમાવીને કહેવાપૂર્વક જવાની પ્રવૃત્તિને કરે. આજ્ઞા આપ્યા પછી તરત તે કરવામાં એક પ્રકારનો અનાદર, ઉદ્ધતાઇ જણાય છે. જયારે આજ્ઞા આપ્યા પછી તેનો સ્વીકાર કરીને પ્રવૃત્તિ કરવામાં ગુરુના અને ગુરુના વચનનો આદરભાવ સૂચિત થાય છે. વિનય આજ્ઞાના પાલનમાં નહિ, આજ્ઞાના આદરમાં સમાયેલો છે એ સૂચવવા માટે માનસરે પદ છે.
શ્રાવક શ્રાવકપણામાં રહેલો હોવા છતાં તેની નજર તો સાધુપણા ઉપર જ હોય છે. જે મળ્યું છે તેની સામે ન જોતાં જે બાકી છે તેના ઉપર તેની નજર મંડાયેલી હોય છે. આથી જ આપણે સાધુઓના વિનયસ્વરૂપ આચારને વિચારવાનું શરૂ કર્યું છે. ગ્રંથકારશ્રી ‘વિનયને ૧૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
કહીશ” આ પ્રમાણે પ્રતિજ્ઞા કર્યા પછી વિનયનો આચાર બતાવવાને બદલે વિનીત કેવો હોવો જોઇએ તે જણાવી રહ્યા છે. આથી શિષ્યને શંકા થાય છે કે વિનયને બદલે વિનીતને કેમ જણાવે છે ? આવી શંકા આપણને થાય ખરી ? કોઇ એમ કહે કે “ગાડી બતાવીશ” અને એમ કહ્યા પછી ગાડીવાળો કેવો હોય છે – એવું સમજાવવા માંડે તો ચાલે ? રસોઇ કેવી છે તે વર્ણવવાની વાત કર્યા પછી રસોઇયાનું વર્ણન કરે તો બરાબર કર્યું ન કહેવાય ને ? તે રીતે અહીં વિનયનો આચાર જણાવવાની વાત કર્યા પછી ગ્રંથકારશ્રી આચારને બદલે આચારવાળાની વાત કરવા માંડે તો તેની પાછળ કાંઈ કારણ હોવું જોઇએ ને ? આચાર્યભગવંતે પોતાની શૈલીમાં જો ફેરફાર કર્યો હોય તો તેની પાછળ કોઈ કારણ હોવું જ જોઇએ. એ કારણ જાણવાની ઇચ્છાથી શંકા કરે છે. ગ્રંથકારશ્રીની રચનાની શૈલી આપણને વિશિષ્ટ કોટિનું જ્ઞાન આપનારી હોય છે. માત્ર શંકા કરતાં આવડવી જોઇએ. અહીં વિનય અને વિનીત આ બંન્ને એક જ છે, ગુણ અને ગુણી કથંચિત્ એક છે – એ જણાવવાના આશયથી ગુણનું સ્વરૂપ જણાવતી વખતે ગુણીનું નિરૂપણ શરૂ કર્યું છે. બીજા દર્શનકારો ધર્મ અને ધર્મીને સર્વથા ભિન્ન-જુદા માને છે. જ્યારે ભગવાનનું શાસન અનેકાંતવાદની મુદ્રાએ ધર્મ અને ધર્મીને કથંચિત્ ભિન્ન પણ માને અને કથંચિત્ અભિન્ન પણ માને છે. અન્યદર્શનકારો સર્વથા ભિન્ન માની બેઠા છે તે અજ્ઞાનને દૂર કરવા માટે ગુણ-ગુણીનો, ધર્મ-ધર્મીનો અભેદ જણાવ્યો છે. ગુણ ગુણીમાં જ રહે છે અને ગુણી તેને જ કહેવાય કે જેમાં ગુણ હોય. તમે ‘નાસંમિસૂત્રનો અર્થ કર્યો હોત તો આ વસ્તુ સમજતાં વાર ન લાગત. દર્શનાચારના આઠ આચારમાંથી ચાર આચાર આચારીરૂપે જણાવ્યા છે અને ચાર આચાર આચરરૂપે જણાવ્યા છે. નિઃશંકિત, નિષ્કાંક્ષિત, નિર્વિચિકિત્સક અને અમૂઢદષ્ટિ : એ ચાર દર્શનાચારવાળા છે અને ઉપબૃહણા વગેરે ચાર દર્શનાચાર છે. આ રીતે નિરૂપણશૈલીનો ભેદ પણ આચાર અને આચારવાળાને અભેદ છે – એ જણાવવા માટે
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૧૩