________________
Acharya Shri Kalassagarsur Garmandir
પ્રભુની આજ્ઞાનું પાલન
મહોપાધ્યાય યશોવિજયજી મહારાજા દશમા શ્રી શીતળનાથ ભગવાનના સ્તવમાં જણાવે છે... ‘તુમ જ્યારે તખ સબ હી ન્યારા, અંતર કુટુંબ ઉદારા, તુમ ઢિ નજીક નજીક હૈ સબ હી, રિદ્ધિ અનંત અપારા..."
હે ભગવાન ! આપ જો અલગ છો – દૂર છો તો અમારુ ક્ષમાદિ ગુણો રુપી આંતર કુટુંબ પણ દૂર જ છે, તમે નજી કે છો તો બધી જ રિદ્ધિ-ગુણો બધુ જ નજીક છે. | યોગશાસ્ત્રમાં કલિકાલસર્વજ્ઞ આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરિ મહારાજા પણ જણાવે છે કે, “જો તારામાં બુદ્ધિ હોય, સમજણ હોય તો આ જ અરિહંત દેવની હે જીવ ! તું ઉપાસના કર, આ જ દેવની સેવાભક્તિ કર, શરણ સ્વીકાર અને તેમની આજ્ઞાની આરાધના કર.''
આવા અચિંત્ય પ્રભાવવાળા દેવાધિદેવની આરાધના એ જીવનનો લ્હાવો છે. પ્રકૃષ્ટ પુણ્યોપાર્જનમાં કારણ છે. મોક્ષનું સાધન છે. અનેક જીવોએ અરિહંત પરમાત્માની આરાધના કરી કલ્યાણ સાધ્યું છે.
• શ્રેણિક મહારાજાએ મહાવીર પરમાત્માની આરાધનાથી તીર્થકર નામકર્મ બાંધ્યું, • રાવણે અષ્ટાપદ તીર્થ ઉપર પરમાત્માની ભક્તિ કરતાં તીર્થકર નામકર્મ બાંધ્યું, • નાગકેતુએ પરમાત્માની પૂજા કરતાં-કરતાં કેવળજ્ઞાન લીધું,
• કુમારપાળ મહારાજાને પૂર્વ ભવમાં પાંચકોડીના કુલથી અરિહંત પરમાત્માની પૂજા કરવા દ્વારા બીજા ભવમાં અઢાર દેશના સામ્રાજ્ય સાથે જૈન ધર્મની પ્રાપ્તિ થઈ. કુમારપાળના ભવમાં પણ કલિકાલ સર્વજ્ઞ આચાર્યદેવ હેમચંદ્રસૂરિ મ.સા. જેવા ગુરુ મળ્યા. અનેક ચેત્યોના નિર્માણ, જીર્ણોદ્ધાર વગેરે શાસનપ્રભાવનાના કાર્યો સાથે સ્વઆરાધના પણ સુંદર કરી વ્યંતરનિકાયમાં દેવ થયા. ત્યાંથી ચ્યવી આવતી ચોવીશીના પહેલા તીર્થકર શ્રીપદ્મનાભસ્વામીના ગણધર થઈ મુક્તિમાં જશે.
આજે પણ સેંકડો, હજારો, લાખો જીવો અરિહંત પરમાત્માની આરાધના દ્વારા વિદનોનું વિદારણ કરી બાહ્ય-અત્યંતર સંપત્તિની પ્રાપ્તિ કરી રહ્યા છે.
પ્રભુની શ્રેષ્ઠ આરાધના પ્રભુની આજ્ઞાનું પાલન છે. સર્વ આશ્રવના ત્યાગ અને સંવરના સ્વીકારરૂપ આજ્ઞાપાલન એ પ્રભુની શ્રેષ્ઠ ઉપાસના છે.
પૂજ્યપાદ કલિકાલ સર્વજ્ઞ આચાર્ય ભગવંત શ્રીહેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા વીતરાગ સ્તોત્રમાં પણ આજ વાત જણાવે છે - વીતરા સપuથાસ્તવજ્ઞાપતનં ઘરા મારી&ા વિરલા જ, શિવાય ચ મવાર જ ના
હે વીતરાગ પ્રભુ ! તમારી પૂજા કરતા પણ તમારી આજ્ઞાનું પાલન શ્રેષ્ઠ છે. કેમકે તમારી આજ્ઞાની આરાધના અને વિરાધના (ક્રમશઃ) મોક્ષ અને સંસાર માટે થાય છે. અર્થાત્ પ્રભુ ! તમારી આજ્ઞાની આરાધનાથી જીવનો મોક્ષ થાય છે. તમારી આજ્ઞાની વિરાધનાથી જીવ સંસારમાં ભટકે છે.
પ્રભુની આજ્ઞાની પાલનરૂપ સર્વ આશ્રવનો ત્યાગ કરનારા મુનિઓ પણ પરમાત્માના દર્શન-વંદન વગેરે કરી પરમાત્માની ઉપાસની કરે છે. રાવ આમ્રવની ત્યાગનું સQ જેઓમાં નથી તેવા શ્રાવકો પણ તેવું સત્વ પ્રાપ્ત કરવા તથા મોક્ષમાર્ગની આરાધના માટે પરમ ઉપકારી એવા દેવાધિદેવના વંદન-પૂળ-દર્શન, ચૈત્યll નિર્માણ, પ્રતિમાઓના નિર્માણ, દેવદ્રવ્યની વૃદ્ધિ, રસાત ક્ષેત્રની ભક્તિ વગેરે દ્વારા અરિહંત પરમાત્માની ઉપાસના કરે છે.
વિલોક તીર્થ વંદના
Far Private and Personal Use Only