________________
Acharya Shri Kalassagarsur
Moksha May
% uldhana
મોક્ષમાર્ગની આરાધના
ૐ નમોહંતે વેઠના હો
તે અરિહંતને.. પરમીત્મને... પરમજ્યોતિષે
અનાદિકાળથી આ વિશ્વ છે. અનાદિકાળથી સંસાર પણ છે. સંસારમાં ચારગતિમાં અનંતાનંત જીવો પરિભ્રમણ કરી રહ્યાં છે. આમાં જે ભવ્ય જીવો નિયતિના પ્રભાવે અનાદિનિગોદમાંથી બહાર નીકળી વ્યવહારરાશિમાં આવ્યા છે, વ્યવહાર રાશિમાં પણ અનંતા પુદ્ગલ પરાવર્તનો કાળ પસાર કરી ચરમાવર્તમાં આવેલા છે, અને તેમાં પણ જેઓએ કર્મની લઘુતા પ્રાપ્ત કરવા દ્વારા મનુષ્યભવ, આર્યદશ, ઉત્તમકુળ, જાતિ, જૈનધર્મ વગેરેને પ્રાપ્ત કર્યા છે, તેવા જીવોએ જન્મ-મરણથી છુટી સિદ્ધિગતિના અનંત સુખને પ્રાપ્ત કરવા મોક્ષમાર્ગની આરાધના કરવી જોઈએ. મોક્ષમાર્ગની આરાધના માટે જ આ ઉત્તમ મનુષ્યભવ મળ્યો છે. આ ભવ ખૂબ કિંમતી છે, જીવન ક્ષણભંગુર છે. માટે જે અવકાશ મળ્યો છે તેને આરાધના દ્વારા સફળ કરવો જોઈએ.
| મોક્ષમાર્ગની આરાધનામાં મુખ્ય આરાધના મોક્ષમાર્ગને પ્રગટ કરનારા દેવાધિદેવ તીર્થંકર ભગવંતોની કરવાની છે.
તીર્થકર ભગવંતોનો આપણા ઉપર અનંત ઉપકાર છે. તીર્થકર ભગવંતો જગતના સર્વશ્રેષ્ઠ જીવો છે.
ચતુર્વિધ સંઘને તીર્થ કહે છે. એવા તીર્થની સ્થાપના કરવા દ્વારા પ્રભુએ આપણા ઉપર મહાન ઉપકાર કર્યો છે.
વિશ્વમાં સૂર્યનો સ્વભાવ જ જેમ પ્રકાશ આપવાનો છે તેમ તીર્થકર પરમાત્માનો સ્વભાવ જ જગતનું કલ્યાણ કરવાનો છે. પંચસૂત્રમાં કહ્યું છે,
"अचिंतसत्तिजुत्ता हि ते भगवंतो वीयरागा सवण्ण,
परमकल्लाणा परमकल्लाणहेउ सत्ताणं ।।" તે વીતરાગ (અરિહંત) ભગવંતો અચિંત્ય શક્તિથી યુક્ત છે, સર્વજ્ઞ છે. સ્વયં કલ્યાણ સ્વરૂપ છે અને જીવોના કલ્યાણમાં કારણભૂત છે.
આવા અચિંત્યશક્તિયુક્ત તથા અચિંત્યપ્રભાવયુક્ત દેવાધિદેવ શ્રી તીર્થકર ભગવંતોની આરાધના દ્વારા તેમનું નેકટ્ય પ્રાપ્ત થાય છે. અને જેમ-જેમ તેમની નિકટતા થાય છે, તેમ-તેમ આત્મિક અનંત રિદ્ધિઓ, જ્ઞાન-દર્શન- ચારિત્રરૂપ સંપત્તિઓ પ્રગટ થાય છે. તેમજ ઉત્કૃષ્ટ પુણ્યની પ્રાપ્તિ દ્વારા ઉચ્ચ કોટિના ભોતિક સુખોની સામગ્રીની પણ પ્રાપ્તિ થાય છે.
fagal
Aalyan
3
ત્રિલોક તીર્થ વંદના
Far Private and Personal Use Only