________________
Acharya Shri Kalassagarsun Gyanmandir
સ્થાપના દિનની આરાધના
અચિંત્યશક્તિયુકત દેવાધિદેવ અરિહંત પરમાત્માની આરાધના એ જ આ જીવનનું કર્તવ્ય છે. આપણે ચાર નિટ્ટોપાથી અરિહંત પરમાત્માની આરાધનાનો પ્રારંભ કર્યો છે. એમાં નામનિક્ષેપાની આરાધના કરી. હવે સથાપના નિક્ષેપાથી પ્રભુની આરાધના કરીએ. ठवणजिणा पुण जिणिंदपडिमाओ। સ્થાપના જિન એટલે વીર્થકર ભગવંતની પ્રતિમાજી. ભાવ તીર્થકર ભગવંતોનો આપણને વિરહ છે. તે સ્થિતિમાં તેમની પ્રતિમાજીને વંદનાદિ કરવા દ્વારા આપણને ભાવ તીર્થકરોની વંદનાનો લાભ મળી શકે છે. જિનપ્રતિમાને વંદન-પૂજન કરતાં આપણને પ્રભુ પ્રત્યેના વધdી ભક્તિ અને બહુમાનની ભાવનો સ્પષ્ટ અનુભવ થાય છે. જિનપ્રતિમાજીની પૂજા કરતાં કરતાં શુભભાવની વૃદ્ધિ થતાં નાગકેતુને કેવળજ્ઞાનની પ્રાપિત થઈ છે. રાવણને પાણ પ્રભુભક્તિ કરતાં કરતાં તીર્થંકર નામકર્મનો બંધ થયો છે. જિનપ્રતિમાની જિન ચૈત્યની ભક્તિ કરતાં શુભ ભાવોની વૃદ્ધિ, પુણ્યાનુબંધી પુણ્યનો બંધ, કર્મનિર્જરા થવાના અઢળક દષ્ટાંતો શાસ્ત્રોમાં પણ આવે છે. અનુભવો પણ થાય છે.
રોજના ચૈત્યવંદનમાં સામાન્યથી આપણે સર્વ જિન પ્રતિમાઓને જાવંતિ ચેઈઆઈ સૂત્ર દ્વારા વંદન કરીએ છીએ.
જાવંતિ ચેઈઆઈં, ઉઠે આ અહે અ તિરિઅ લોએ આ
- સવ્વાઈ તાઈ વદે, ઈહ સંતો તત્થ સંતાઈં.' અર્થ :- ઉર્વલોકમાં, અધોલોકમાં અને તિરસ્કૃલોકમાં જે કોઈ જિન ચેત્યો છે, અહીં રહેલો હું ત્યાં રહેલા તે સર્વને વંદન કરું છું.
આ ગાથા બોલ્યા પછી ખમાસમણ દઈ આ રીતે ત્રણે લોકમાં રહેલા સર્વ ચૈત્યોને વંદન કરાય છે. આપણે અહિં વિસ્તારથી વિશ્વમાં રહેલા સર્વ ચેત્યોને વંદન કરીએ. અર્થાત્ સર્વ ચેત્યોની ભાવયાત્રા કરીએ.
સ્થાપના નિક્ષેપોમાં ખાસ કરીને શ્રી જિનપ્રતિમાજીઓને આપણે નમસ્કાર વંદન કરવા છે. જિન મંદિરો તથા જિનપ્રતિમા બે પ્રકારના છે. (૧) શાશ્વતા અને (૨) અશાશ્વતા... પહેલાં આપણે શાશ્વત ચેત્યોની ભાવયાત્રા કરીશું.
શારત સૈયોની ભાવયાના
જે જે જિનમંદિરો જિનપ્રતિમાઓને કોઈએ પણ નિર્માણ કરેલ હોય તે અશાશ્વત છે. જ્યારે આ જગતમાં તથાસ્વભાવે જ અનાદિકાળથી જેમ સૂર્ય ચંદ્રાદિના વિમાનો, દેવલોકના વિમાનો, મેરુપર્વત વગેરે નિશ્ચિત આકારો છે તેમ અનાદિકાળથી જિનચૈત્યો તથા જિનપ્રતિમાજીઓ પણ નિશ્ચિત આકારવાળા છે. આ શાશ્વત ચેત્યોમાં શાશ્વત પ્રતિમાજી છે. આ શાશ્વત મંદિરો કે પ્રતિમાજી કોઈએ નિર્માણ કર્યા નથી. હંમેશ માટે તે તે રૂપે જ રહેલા છે. અનાદિકાળથી શાશ્વત છે અને ભવિષ્યમાં પણ હંમેશ આ રીતે રહેવાના છે. તેનો નાશ પણ થવાનો નથી.
આવા શાશ્વત ચૈત્યો અને તેમાં રહેલ શાશ્વત જિન પ્રતિમાજીને પહેલાં વંદન કરવાનો પ્રારંભ કરીએ છીએ. સર્વત્ર શાશ્વત પ્રતિમાજી ચાર નામવાળા જ હોય છે. (૧) ઋષભ (૨) ચંદ્રાનન (૩) વારિપેણ (૪) વર્ધમાન. આ શાશ્વત ચૈત્યો ક્યાં છે તે જાણવા માટે પહેલા થોડી વિશ્વની ભોગોલિક પરિસ્થિતિ પણ જાણવી પડશે.
ત્રિલોક 1ઈ પં.11
70
For Private and Personal Use Only