________________
વાણીના 35ગુણ
સ્રવ જીવ 33 શાસનરસી એ ભાવનાની ફલશ્રુતિ સ્વરૂપ કેવળજ્ઞાનની પ્રાપ્તિ બાદ એક માત્ર જગતના જીવોના હિત કાજે પરમાત્મા દિવસમાં બે વાર ૧-૧ પ્રહરની દેશનાનો અવિરત ઘોધ વહાવે છે. આ ઘર્મદેશકના એટલે મોહનાથી છૂટકાંત માટે પુનરાવર્તનો મેઘ, આ ધમીદશના એટલે ભવભ્રમણથી ઢાંત માટે કહપવૃક્ષની છાંયડી, આ ધમદશના એટલે ભૂખ્યા માટે ઘેબર અને તરસ્યો માટે અમૃત.. આ ઘર્મદાના એટલે ગમે તેવા ભાષણ નહીં પણ વાણીનું ભૂષણ... આ ધર્મદેશના એટલે ઘમદશક-ધર્મચક્રવતીપરમાત્માનો વચનાતિશય... આ ધર્મદેશનાની અનેકાનેક-અગણિત અને અસંખ્ય વિશેષતાઓ હોય છે, તેમ છતાં અમીય સમાણી એ વાણીની પાંત્રીશ વિશેષતાઓ તો એવી હોય છે કે..... પ્રભુની વાણી સાંભળ્યા જ કરો... સાંભળ્યા જ કરો... તેનું પાન કર્યા જ કરૉ,.. કર્યા જ કરો... તો આ રહ્યા પ્રભુની-અમીય સમાણી, ગુણ ખાણી વાણીના ૩૫ ગુણો -
હી
છે
પી લીધી છે
વર્ષ .
pletid
|ી ,
ફી વીપલ
s kah ia fos para
હું પણ જીવું હશે
૧) પ્રભુની વાણી સંરકારિત હોય છે... ૨) વાણી ઉદાત્ત સુરવાળી હોય છે.... ) તેમાં ગ્રામીલપણાનો સર્વથા અભાવ હોય છે... ૪) પ્રભુની વાણી એટલે મેઘનાદ જેવો ગંભીર ધ્વનિ જ સમજો... ૫) અને વળી પડઘા પડતી એ વાણી તો શું કર્ણપ્રિય લાગે છે !... ૬) પાંડિત્યના કાઠિન્યથી રહિત એ વાણીનું પ્રકાશન લોકભોગ્ય સરળ શૈલીમાં થાય છે... ૭) માલકોશ આદિ શ્રુતિપ્રિય રાગ-રાગિણીઓથી યુક્ત વાણી હોય છે... ૮) પરિમિત શબ્દોમાં મહાન અર્થ સમાયેલો હોય છે...
૯) પ્રભુની વાણી પરસ્પર અવિરોધી વાયોથી સંદબ્ધ હોય છે... ૧૦) તેમાં શિષ્ટતા-સભ્યતા તો અચૂક સમાયેલી જ હોય છે... ૧૧) તેમાં સંદિગ્ધતાનો સર્વદા-સર્વથા-સંપૂર્ણ અભાવ હોય છે... ૧૨) વળી દૂષણોનું દલન કરનારી હોય છે એ વાણી... ૧૩) એ મનોહર અને મનોરમ વાણી હૃદયંગમ અને ચિત્તને હરનારી હોય છે...' ૧૪) શબ્દ પદ-વાકયોમાં પરસ્પર સાપેક્ષતાવાળી એ વાણી હોય છે... ૧૫) દેશ-કાળને અનુસરીને પ્રરૂપિત એ વાણી હોય છે... ૧૬) મૂળ વાતને છોડી આડે- અવળે ન જતાં ઈષ્ટતત્વને અનુસરનારી એ વાણી હોય છે. ૧૭) ક્રમબદ્ધ સંબંધવાળી અને અપ્રસ્તુત વિસ્તાર વગરની હોય છે એ વાણી... ૧૮) અને વળી તેમાં આત્મસ્તુતિ અને પરનિંદાનો છાંટો'ય જોવા ન મળે... ૧૯) વક્તા અને પ્રતિપાધભાવને ઉચિત એવી એ વાણી હોય છે... ૨૦) અત્યંત સ્નેહપૂર્વક બોલાતી એ વાણીની મીઠાશ તો એવી હોય છે કે જ્યાં શેરડી,
દ્રાક્ષ યાવતું સુરલોકનું સુધામૃત પણ ફીકું લાગે... ૨૧) વિશ્વમાં અદ્વિતીય હોવાથી આ વાણી પ્રશંસનીય હોય છે... ૨૨) અરિહંતની વાણી માર્મિક હોય, પણ મર્મવેધક ન હોય... ૨૩) વળી આ વાણી મુદ્રતા અને તુચ્છતા વિનાની ઉદાર અને વિશાળ હોય છે... ૨૪) ધર્મની ઉપદેશક અને સમ્યમ્ અર્થ સાથે સંબંધ ધરાવતી આ વાણી હોય છે... ૨૫) કા૨૬, કાળ, વચન, લિગ વગેરેમાં ખલના વિનાની વાણી હોય છે... ૨૬) ભ્રમ, વિર્યાણ આદિથી રહિત આ વાણી હોય છે... ૨૭) ડગલે ને પગલે અચરજ અને અચંબો ઉત્પન્ન કરનારી એ વાણી હોય છે... ૨૮) ત્વરિત ગતિથી ન બોલાતી હોય... ૨૯) અતિ મંદગતિથી ન બોલાતી હોય... ૩૦) અનેક પ્રકારની વિચિત્રતાઓથી યુકૃત વર્ણનોવાળી એ વાણી હોય છે... ૩૧) અનેક પ્રકારના સુંદર વિશેષણોથી વિશિષ્ટ આ વાણી હોય છે. ૩૨) તાત્વિક અને ધાર્મિક એવી જિનેશ્વરદેવોની વાણી સાત્વિક હોય છે... ૩૩) પ્રભુની વાણીમાં અકાર, પદ, વાય છુટાં છુટાં હોય છે... ૩૪) વાણીનો અખલિત પ્રવાહ ચાલ્યા કરે... ૩૫) વળી તેમાં ક્લાન્તિ અને શ્રાન્તિનું તો નામોનિશાન પણ જોવા ન મળે...
--
141 Fidis die deel
For Private and Personal Use Only