________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kalassagarsuri Gyanmandir
GOLX
VIBHAGA
અશોકતરૂની શીળી છાંચથી શોક સહુ દૂરે ટળે, રિમઝિમ થતી વૃષ્ટિ કુસુમની સુરભિ અનુપમ પાથરે, દિવ્યધ્વનિના સ્પંદનોથી હૃદય મુજ ઝંકૃત બને, તે સમવસરણમ્ ભવ્યશરણમ્ નાથ ! મુજ ભવભવ મળે.
ચામરયુગલ શોભે ઘણાં જિમ રાજહંસની શૃંખલા, જે પુરૂષસિંહ થઈને સિંહાસન પર વિરાજે નિર્ભયા, ભામંડલમ્ મહાસૂર્યસમ મહામોહના તિમિરો ગળે, તે સમવસરણમ્ ભવ્યશરણમ્ નાથ ! મુજ ભવભવ મળે.
ભૂiqર્જિનની
MI PI 4 11
જ્યાં દેવદુંદુભિ દેવદેવનો જયજયારવ ઘોષવે, જયાં છત્રત્રય દેવાધિદેવની પુણ્યઋદ્ધિ સૂચવે, એ પ્રાયપુણ્યપ્રકર્ષ નિરખી હદયને ટાઢક વળે, તે સમવસરણમ્ ભવ્યશરણમ્ નાથ ! મુજ ભવભવ મળે.
भा व जि णाममबम ण त्या।
નામ-સ્થાપના-દ્રવ્ય તીર્થકરોની આરાધના કરી. હવે, આપણે ચારે નિક્ષેપાઓમાં મુખ્ય એવા ભાવ તીર્થકરોની આરાધના
કરીએ. જેઓનો ભાવ નિક્ષેપો શુદ્ધ હોય છે તેમના જ બાકીના ત્રણ નિક્ષેપા આરાધ્ય છે.
કેવળજ્ઞાન પ્રાપ્તિ પછી સમવસરણમાં બેસીને દેશના આપતા તીર્થકરોને ભાવ તીર્થકર કહેવાય છે. કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી મોક્ષમાં જાય ત્યાં સુધી પૃથ્વીતલ પર વિચરીને દેશના વગેરે દ્વારા અનેક જીવોને પ્રતિબોધ કરતા તીર્થકર ભગવંતોને ભાવ તીર્થકર કહેવાય છે.
તીર્થંકર પ્રભુના જીવો અનાદિકાળથી આપણી માફક સંસારમાં પરિભ્રમણ કરતા હોય છે, પરંતુ તેમનું તથા ભવ્યત્વ (આત્મદ્રવ્ય) વિશિષ્ટ કોટિનું હોય છે. તેથી તેઓ સંસારમાં યાવત્ સમ્યકત્વ પામતા પૂર્વે પણ પરાર્થવ્યસનીપણું, કૃતજ્ઞતા વગેરે વિશેષતાને ધારણ કરનારા હોય છે. સમ્યકત્વ પામ્યા પછી તીર્થકર થવાના પૂર્વના ત્રીજા ભવે કરુણાવંત એવા આ મહાપુરૂષો જગતને દુઃખી જોઈ તેનો ઉદ્ધાર કરવા પ્રકૃષ્ટ ભાવનાપૂર્વક પ્રકૃષ્ટ પુરુષાર્થ કરે છે અને તેના દ્વારા તીર્થંકર નામકર્મ નામનું ઉત્કૃષ્ટ પુણ્ય બાંધે છે. ત્યાંથી તેઓ દેવલોકમાં (અથવા પૂર્વબદ્ધ આયુષ્યના યોગે ક્યારેક નરકમાં) જઈ છેલ્લા ભવમાં તીર્થકર થાય છે. તેમના ચ્યવન (માતાના ગર્ભમાં આવવું), જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન, નિર્વાણ કલ્યાણકોની ઉજવણી દેવો કરે છે. કેવળજ્ઞાન થયા પછી તેઓ દેશના આપે છે. તીર્થ (ચતુર્વિધ સંઘ)ની સ્થાપના કરે છે. કેવળજ્ઞાનથી નિર્વાણ સુધીના કાળમાં તેઓ ભાવ-તીર્થકર કહેવાય છે. આપણાં ભરત ક્ષેત્રમાં આ રીતે ચોવીશ તીર્થકરો જે થઈ ગયા તેઓ જ્યારે કેવળજ્ઞાન પછી આ ભરત ક્ષેત્રમાં વિચરતા હતા ત્યારે ભાવ-તીર્થકર હતા. હાલમાં તેઓ દ્રવ્ય-તીર્થકર છે. મહાવિદેહ ક્ષેત્રમાં હમણાં આવા વીશ તીર્થકર ભગવંતો વિચરી રહ્યા છે. તેઓને કેવળજ્ઞાન થઈ ગયું છે. તેઓ ભાવ તીર્થકર કહેવાય છે. તેઓના જીવનની સંક્ષિપ્ત ઝાંખી કરી તેમને ભાવથી વંદન કરીશું...
ત્રિલોક તીર્થ વંદની 132
For Private and Personal Use Only