Book Title: Trilok Tirth Vandana
Author(s): Hemchandrasuri
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 127
________________ Shri Mata Ardhana Kendra Acharya Shri Kalassagarsurl Gyarmandir અરિહંત પરમાત્માના શાશ્વત ચેત્યોને વંદન કર્યા. અશોકવૃક્ષ આદિ આઠ પ્રાતિહાર્ય વગેરે સ્વરૂપ પૂજાને યોગ્ય અથવા દેવેન્દ્રોની પૂજાને યોગ્ય તે અહંતુ અર્થાત્ અરિહંત કે તીર્થકરો. તેમના બિંબ પ્રતિમાજી એ અર્ધચૈત્ય. ચૈત્ય શબ્દની વ્યાકરણકારોએ વ્યુત્પત્તિ કરી છે. ચિત્ત એટલે અંતઃ કરણ. તેનો ભાવ તે ચેત્ય. અહીં શુભ અથવા સમાધિપૂર્ણ ભાવ લેવાનાં છે. આવા ચિત્તના સમાધિભાવને ઉત્પન્ન કરનાર હોવાથી કારણમાં કાર્યનો ઉપચાર કરી જિન પ્રતિમાને ચેત્ય કહેવાય છે. તાત્પર્ય : અરિહંત પરમાત્માની પ્રતિમા યિત્તમાં સુંદર સમાધિ અર્થાત પ્રશસ્ત સ્વસ્થતા ઉત્પન્ન કરે છે માટે તેમને અહંતસ્થત્ય કહેવાય છે. ! જો કે ઈન્દ્રિયના વિષયોના ભોગ કે સંપત્તિ વગેરે ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ વગેરેથી સંસારના જીવોને સ્વસ્થતાની લાગણી થાય છે પણ એ સ્વસ્થતા રાગથી વ્યાપ્ત છે એટલે મલિન છે, અપ્રશસ્ત છે. વળી એ સ્વસ્થતા ક્ષણિક છે અને ભવિષ્યમાં અનેકગણી અસ્વસ્થતાને ઊભી કરનારી છે. માટે એ અહિં અભિપ્રેત નથી. અહિં રાગાદિના હાસથી અથવા પ્રશસ્ત રાગથી ઊભી થતી પ્રશસ્ત સ્વસ્થતા અભિપ્રેત છે અને આવી પ્રશસ્ત સ્વસ્થતા રૂપ ચિત્તની સમાધિને ઉત્પન્ન કરવામાં કારણભૂત પરમાત્માની પ્રતિમા હોવાથી તેને ચૈત્ય કહેવાય છે. દેવચંદ્રજી મહારાજ સ્થંભન પાર્શ્વનાથપ્રભુના સ્તવનમાં જણાવે છે... ઉપશમરસ ભરી, સર્વજન શંકરી, મૂર્તિ જિનરાજની આજ દીઠી, કારણે કાર્ય નિષ્પત્તિ શ્રદ્ધાન છે, તેણે ભવસમણની ભીડ મેટી. | ઉપશમ રસથી ભરેલી સર્વ મનુષ્યોને સુખને આપનારી જિનેશ્વર ભગવંતની મૂર્તિ આજે મેં દીઠી. કારણથી અવશ્ય કાર્ય થાય છે. તેવી મારી શ્રદ્ધા છે એટલે ભવભ્રમણની પીડા હવે મટી ગઈ અર્થાતુ પરમાત્માની પ્રતિમાના દર્શન એ ભવભ્રમણ મટાડી મોક્ષની પ્રાપ્તિમાં અવંધ્ય કારણ છે એટલે હવે મારે ભવભ્રમણની પીડા મટી ગઈ. ઉદર્વ લો કે માં ૮૪, ૯ ૭,૦૨ ૩ જિ ન ચૈત્યો માં ૧,૫૨,૯૪,૮૪,૭૬૦ જિન પ્રતિમાને ભાવથી વંદન કર્યા; વ્યંતર જ્યોતિષમાં અસંખ્ય શાશ્વત જિનમંદિરોમાં રહેલ અસંખ્ય પ્રતિમાજીને જુહાર્યા. ભવનપતિમાં ૭ ક્રોડ ૭૨ લાખ ચૈત્યોમાં રહેલા ૧૩,૮૯,૬૦ લાખ પ્રતિમાજીને વંદન કર્યા. તિસ્તૃલોકમાં ૩,૨૫૯ જિન ચેત્યોના ૩,૯૧,૩૨૦ પ્રતિમાજી ભાવથી વંદન કર્યા. આ બધા શાશ્વત પ્રતિમાજી છે એની યાત્રા આપણે પૂર્ણ કરી. હવે રાજા-મહારાજા કે શ્રેષ્ઠિ, સગૃહસ્થ વગેરેએ ભરાવેલા કે દેવોએ પણ નિર્માણ કરેલા જિનપ્રતિમાજી જે અશાશ્વત કહેવાય છે તેને નમસ્કાર કરવાનો પ્રારંભ કરીએ. આવા ચેત્યો અને પ્રતિમાઓ પણ કરોડો-અબજોની સંખ્યામાં છે અને કરોડો અબજો લોકો પણ આવા જિનમંદિરોના દર્શન-વંદન-પૂજનથી પોતાના સમ્યકત્વને નિર્મળ કરી રહ્યા છે. કેટલાય જીવો તો ક્ષયોપશમ ભાવમાં આગળ વધીને દેશવિરતિ કે સર્વ વિરતિના પરિણામને (ભાવને) પણ પામે છે. કેટલાક ક્ષપકશ્રેણી પ્રાપ્ત કરી કેવળજ્ઞાન મેળવે છે. કેટલાક પ્રભુ-દર્શન-વંદન-પૂજનથી તીર્થકર નામ કર્મ જેવો ઉત્કૃષ્ટ પુયબંધ પણ કરે છે. ૧) વૈમાનિક દેવલોકમાં દેવોએ નિર્માણ કરેલા કે મનુષ્યલોકથી પ્રાપ્ત થયેલ એવા સર્વ જિનબિંબોને ભાવથી નમસ્કાર કરું છું... નમો જિણાણ... ૨) ભવનપતિના દશે નિકાયમાં પણ જે અશાશ્વત જિનબિંબો છે તેમને પણ મારા ભાવભર્યા પ્રણામ... નમો જિણાયું... | 3) વ્યંતરનિકામાં અસંખ્ય નગરો (વ્યંતરના આવાસો)માં પણ રહેલા અશાશ્વત જિન પ્રતિમાઓને મારી ભાવભરી વંદના... નમો જિણાણ... ૪) જ્યોતિષ ચક્ર વિશાળ છે, સૌથી વધુ અસંખ્ય જ્યોતિષના વિમાનો છે તે શાશ્વત ચેત્યોમાં રહેલા શાશ્વત પ્રતિમાનોને પૂર્વે વંદન કર્યા છે. હવે તે સિવાય પણ દેવોએ નિર્માણ કરેલા કે બીજા અશાશ્વત ચેત્યો હોય તો તેમાં રહેલ જિનપ્રતિમાઓને ભાવભર્યા વંદન... નમો જિણાયું... ૬ ૫) મનુષ્યલોકમાં પણ અઢીદ્વીપમાં ૧૭૦ વતાય પર્વતો છે તેના પર વિદ્યાધરો તથા દેવો છે. તેઓએ નિર્માણ કરેલા ઉત્તમ રત્ન વગેરેના જિનપ્રતિમાઓને ભાવથી વંદના... નમો જિણાયું... ૬) પાંચે મહાવિદેહ ક્ષેત્રની એકસો સાઠ વિજયોમાં ક્ષેમાદિ નગરીઓ વગેરેના વિષે રહેલા ચક્રવર્તિઓ-બળદેવોવાસુદેવો-રાજાઓ- શ્રેષ્ઠિઓ વગેરેએ નિર્માણ કરાવેલ હજારોલાખો-કરોડો જિન ચેત્યોમાં બિરાજમાન રત્નોના, સુવર્ણના, રજતના, હાથીદાંતના, આરસના, પાંચધાતુ વગેરેના લાખો કરોડો જિન પ્રતિમાઓને ભાવભર્યા વંદન... નમો નિણાણ... ૭) પાંચ ઐરવતક્ષેત્રોમાં હાલ ૨૪મા તીર્થકર ભગવંતનું શાસન ચાલે છે ત્યાં હાલ પાંચમો આરો છે. આપણા અહિં જેવી જ વ્યવસ્થા છે એટલે કે તીર્થકરો, કેવળજ્ઞાની ભગવંતો, પૂર્વધરો વગેરેનો વિરહ છે. આમ છતાં ત્યાં શાસન ચાલે છે. ગીતાર્થ આચાર્ય ભગવંતો શાસનને વહન કરે છે ત્યાં પણ અહીંની જેમ લાખો-કરોડો ચેત્યો અને જિનપ્રતિમાઓ છે તે સર્વેને અમારી ભાવભરી વંદના... નમો જિણાણ... ૮) પાંચે ભરતક્ષેત્રમાં પણ અનેક ચૈત્યો છે તે બધામાં પદ્માસન મુદ્રામાં કે કાઉસગ્ગ મુદ્રામાં બિરાજમાન સર્વ જિનપ્રતિમાઓને ભાવભર્યા વંદન.., નમો જિણાયું... આ સર્વ ઠેકાણે જિનચેત્યોના અધિષ્ઠાયકો આદિને પણ યાદ કરી ભાવભર્યા પ્રણામ કરીએ છીએ. - આ ચેત્યોમાં પરમાત્માના દર્શન-વંદન-પૂજન ભક્તિ કરતા ઉત્તમ શ્રાવકોની જિનાજ્ઞા પ્રતિબદ્ધ કરણીની પણ ભાવભરી અનુમોદના... | હવે વર્તમાનમાં આપણે જ્યાં વસીએ છીએ ત્યાં રહેલ તીર્થો, ગામ, નગરો, વનો વગેરેમાં રહેલ જિન પ્રતિમાઓને ભાવથી વંદન કરીએ... ત્રિલોક 1ઈ વંદના 106 For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168