________________
Vaildu zSHİ
સામે ચિત્રમાં છિલોકના અસંખ્ય દ્વીપ સમુદ્રો બતાવ્યા છે. આ બધાની વચ્ચે જંબુદ્વીપ છે અને તેની મધ્યમાં મેરુ પર્વત છે. મેરુ પર્વત ૧ લાખ યોજન ઉંચો છે. તેમાંથી ૧ હજાર યોજન જમીનમાં છે. પૃથ્વીતલથી ૭૯૦ યોજન ઉંચેથી જ્યોતિષ ચક્ર શરૂ થાય છે. તે ૯૦0 યોજન સુધી હોય છે. મેરુ પર્વતની ચારે બાજુ સૂર્ય-ચંદ્ર, ગ્રહ-નક્ષત્ર અને તારાના વિમાનો ફરે છે. આ વિમાનો સ્ફટિક રત્નના બનેલા હોય છે.
૧ ચંદ્રના પરિવારમાં ૧ સૂર્ય, ૨૮ નક્ષત્ર, ૮૮ ગ્રહ, ૬૬,૯૭૫ કોડા કોડી તારાઓ હોય છે. • જંબૂ દ્વીપમાં ( ૨ સૂર્ય ૨ ચંદ્ર છે. • લવણ સમુદ્રમાં ૪ સૂર્ય ૪ ચંદ્ર છે. • ઘાતકી ખંડમાં ૧૨ સૂર્ય ૧૨ ચંદ્ર છે. • કાલોદધિ સમુદ્રમાં ૪૨ સૂર્ય ૪૨ ચંદ્ર છે. • અત્યંતર પુષ્કરવરાર્ધમાં ૭૨ સૂર્ય ૭૨ ચંદ્ર છે. • મનુષ્યલોકમાં કુલ ૧૩૨ સૂર્ય ૧૩૨ ચંદ્ર છે.
અઢી દ્વીપમાં કુલ ૧૩૨ સૂર્ય તથા ૧૩૨ ચંદ્ર છે. તેવી જ રીતે નક્ષત્રો, ગ્રહો, તારાદિની સંખ્યા પણ જાણી લેવી. અઢી દ્વીપની બહાર પણ ચંદ્ર-સૂર્ય-નક્ષત્રો-ગ્રહો-તારાઓ છે. પરંતુ અઢી દ્વીપમાં રહેલા ચંદ્ર-સૂર્ય વગેરે મેરુ પર્વતની ચારે બાજુ ફરે છે. તેના કારણે દિવસ-રાતનું નિર્માણ થાય છે. જ્યારે બહારના ચંદ્ર-સૂર્યાદિ જ્યાં છે ત્યાં સ્થિર છે. આ ચંદ્રો-સૂર્યો વગેરે જ્યોતિષ દેવોના વિમાનોમાં જ્યોતિષ દેવો રહે છે અને પોતાના પૂર્વોપાર્જિત પુણયના ઉદયથી દિવ્ય સુખો ભોગવે છે. સમસ્ત તિøલોકમાં આવા અસંખ્ય સુર્યો-ચંદ્રો છે. એ દરેકમાં એક એક શાશ્વત જિનમંદિર છે. દરેક શાશ્વત જિનમંદિરમાં ૧૮૦-૧૮૦ શાશ્વત જિનપ્રતિમાજી છે. ભવનપતિ અને વૈમાનિકમાં થઈ કુલ સંખ્યાના પ્રતિમાજી છે, જ્યારે વ્યંતરમાં અસંખ્યાત પ્રતિમાજી છે. વ્યંતર કરતા પણ જ્યોતિષમાં સંખ્યગુણ ચેત્યો અને પ્રતિમાજી છે.
આ ઘ૪/ળી અસંખ્ય જિનમંદિરો તથા અસંખ્ય જિનબિંબોને મારી ભાવભરી વંદના... નમો જિગાણું યંતર જયોતિષીમાં વળી જેe, શાશ્વત જિન વંદુ તેટ...
દેવલોકમાં શાશ્વત ચેત્યોનું આહપ-બદ્ધત્વ
૧) વૈમાનિક દેવલોકમાં શાશ્વત ચેત્યો .. થોડા ૨) તેથી ભવનપતિ દેવલોકમાં શાશ્વત ચેત્યો .. સંખ્યાત ગુણા ૩) તેથી વ્યંતર દેવલોકમાં શાશ્વત ચેત્યો .. અસંખ્યાત ગુણ ૪) તેથી જ્યોતિષ દેવલોકમાં શાશ્વત ચેત્યો .. સંખ્યાત ગણ
81 ત્રિલોક તીર્ષ નં.ના
For Private and Personal Use Only