Book Title: Trilok Tirth Vandana
Author(s): Hemchandrasuri
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 116
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kalassagarsuri Gyanmandir Vleru Taivat મેરુ પર્વત પર ચૈત્યોને વંદના-૧ સામે મેરુ પર્વતનું ચિત્ર છે. મહાવિદેહ ક્ષેત્રની બરાબર મધ્યમાં (જંબૂ દ્વીપની પણ બરાબર મધ્યમાં) મેરુ પર્વત છે. આ મેરુ પર્વત ૧ લાખ યોજન ઊંચો છે. તેમાંથી જમીનમાં ૧ હજાર યોજન છે એટલે પૃથ્વીતલથી ૯૯,૦૦૦ યોજન ઊંચો છે. મેરુ પર્વતની લંબાઈ પહોળાઈ જમીનતલ પર ૧૦ હજાર યોજન છે. જ્યારે સૌથી ઉપર હજાર યોજન છે. જેમ જેમ ઉપર જઈને તેમ તેમ લંબાઈ પહોળાઈ ચારે બાજુથી સમાન રીતે ઘટતી જાય છે. ચૈત્યો દ, પ્રતિમાજી ૧,૦૮૦ મેરુ પર્વતના ત્રણ કાંડ (વિભાગ) છે. પ્રથમ કાંડ જમીનની અંદર ૧000 યોજન છે. તેમાં પૃથ્વી, પત્થર, વજ અને કાંકરા રહેલા છે. બીજો કાંડ જમીનથી ૬૩,000 યોજન સુધીનો છે. બીજા કાંડમાં રજતની બહુલતા અને કોઈ ઠેકાણે જાતરુપ સુવર્ણની બહુલતા તથા અંકરત્નો અને સ્ફટિકરત્નો પણ આવેલા છે. ત્રીજો કાંડ ૩૩,000 યોજન છેક પાંડકવન સુધીનો છે. આ જાંબુનદ સુવર્ણમય કંઈક લાલ વર્ણનો છે. વળી મેરુ પર્વતમાં પૃથ્વીતલથી ઉપર ૫00 યોજન જતા ચારે બાજુ ૫૦૦ યોજનનો એક ખાંચો આવે છે. આ ખાંચાને નંદનવન કહેવાય છે. વળી નંદનવનથી ૬૨, ૫૦૦ યોજન ઊંચે જતા આજ રીતે વળી પાછો ચારે બાજુ ૫૦૦ યોજનનો ખાંચો આવે છે. આને સોમનસ વન કહે છે. આનાથી ૩૩,૦૦૦ યોજન ઉપર જતા મેરનું ઉપરીતલ આવે છે. આ ૧,000 યોજન લાંબુ પહોળુ છે. આને પાંડકવન કહે છે. પાંડકવનની બરાબર મધ્યમાં ૪૦ યોજન ઊંચી ચૂલિકા છે. જે મૂળમાં ૧૨ યોજન લાંબી પહોળી તથા ઉપર ૪ યોજન લાંબી પહોળી છે. મેરુ પર્વતની ચૂલિકાનો ઉપરનો ભાગ જમીનથી ૯૯,૦૪૦ યોજન ઊંચાઈએ આવ્યો છે. આની મધ્યમાં ૧ ગાઉ લાંબુ વડા ગાઉં પહોળુ, ૧,૮૪૦ ધનુષ્ય ઊંચુ અનેક મણિમય સ્થંભોથી યુક્ત શાશ્વત ચૈત્ય છે. રેખામાં બિરાજમાન ૧ર૦ રનમય શાશ્વત જિનપ્રતિમાઝઓને મારી ભાવભરી વંદના... નમો જિણાયું... મેરુ પર્વતની ચૂલિકાના આ ચૈત્યમાં માત્ર દેવ-દેવીઓ જ દર્શન-પૂજન કરે છે. કેમ કે વિઘાચારણ અને જંઘાચારણ મુનિઓ પણ પાંડકવન સુધી જ આવી શકે છે. એની ઉપર જવાની એમની પણ શક્તિ નથી. અહિં મેરુ પર્વતની તળેટીથી ૫00 યોજન ઊંચે જે નંદનવન છે ત્યાં ચારે દિશામાં એક એક ચૈત્ય છે. આપણે ત્રણ ચેત્ય સામેના બતાવ્યા છે. એક પર્વતની પાછળ જાય છે તેથી ચિત્રમાં સામે દેખાય નહીં, તેથી બાજુમાં કાઢીને બતાવ્યું છે. આ ચારે દિશાના ચારે ચેત્યમાં રહેલ ૪૮૦ જિન પ્રતિમાઓને ભાવભરી વંદના... નમો જિણાયું...! બીજા ૬૨,૫00 યોજન ઉપર જતા જે સોમનસ વન છે તેમાં પણ ચારે બાજુ એક એક ચૈત્ય છે. ચારે ચૈત્યમાં રહેલ કુલ ૪૮૦ જિન પ્રતિમાઓને ભાવભરી વંદના... નમો જિણાયું... | સોમનસ વનથી ઉપર ૩૩,000 યોજન જતા મેરુનું જે ઉપરીતલ છે જેને પાંડકવન કહે છે તેમાં ચાર બાજુ ચાર ચેત્ય છે તથા ચૈત્યની ચારે બાજુ પરમાત્માની અભિષેક શિલાઓ છે. એ બધાના વ્યવસ્થિત દર્શન થાય તે માટે તેનું અલગ ચિત્ર પાછળ બતાવી વંદન કરશું. આ જ રીતે મેરુ પર્વતની તળેટીમાં ભદ્રશાલ વન છે તેમાં પણ બાર ચેત્યો છે. તેને પણ સ્વતંત્ર ચિત્ર બતાવી વંદન કરીશું. ગિતા હો દેવ81 સુરતીને હુણ સમ ગણી જે ઘામમાં નિત આવતા ત્રિભુવનમહી અનુપમ ગણી તે મેગારિહા હાથ ! કરો કાર ઇલમાં ડુઘરામણIT ત્રણ લોકo11 સવે તીર્થો કરું ભાવણી હું વંદ11 95 ત્રિલોક «{l al.11 For private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168